ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાણીપમાં મતદાન કર્યું છે. આ તરફ હવે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને મતદાન કર્યા બાદ મોટું નિવેદન સામે આવ્યુ છે અને તેમણે જણાવ્યું હતું કે, ભાજપ 150 કરતા વધારે બેઠકો જીતશે. જોકે નરહરિ અમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના નેતામાં ગણાય છે.
અમદાવાદના નારણપુરામાં આજે રાજ્યસભા સાંસદ નરહરિ અમીને પરિવાર સાથે મતદાન કર્યુ છે. આ દરમ્યાન મતદાન બાદ નરહરિ અમીને નિવેદન આપ્યુ હતું કે, ભાજપ 150 કરતા વધારે બેઠકો જીતશે. આ સાથે કહ્યું હતું કે, ભાજપ સરકારે ગુજરાત બદલવાનું કામ કર્યું છે અને તો 2024 લોકસભાનો પાયો ગુજરાતની જીત સાથે નંખાશે તેવું ઉમેર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, ગુજરાતના બે પનોતા પુત્રને જોઈ ગુજરાત ચાલે છે.
આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે અને બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.