ભાજપના યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકર ફરી વિવાદના વમળમાં, CCTVમા ઝડપાયું તથ્ય

Bjp યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકર ફરી વિવાદમાં આવ્યા છે. GLS યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનું ટોળું જે ગાડીમાં ઘુસ્યું હતું તે ગાડી દર્શક ઠાકરની હોવાનું સામે આવ્યું છે. GLS યુનિવર્સિટીના રજીસ્ટ્રારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર આ ટોળું GJ 01 RX 0591 નંબરની ઇનોવા ગાડીમાં આવ્યું હતું.

RTOમાં રજીસ્ટર ડેટા મુજબ આ ગાડી યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકરના નામે રજિસ્ટર છે. નોંધનીય છે કે ABVP – NSUI વચ્ચે ઘર્ષણ પહેલા GLS યુનિવર્સીટીમાં બબાલ થઈ હતી. જેમાં હથિયારો સાથે યુનિવર્સીટીમાં અસામાજિક તત્વોનું ટોળું દેખાયું હતું. જે બાદ અસામાજિક ટોળા સામે GLS યુનિ ના રજીસ્ટારે ફરિયાદ પણ નોંધાવી હતી.

જેમાં સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરાયા હતા. જેમાં સ્પષ્ટપણે દેખાયું હતું કે કેટલાક અસામાજિક તત્વો હથિયાર સાથે બેરોકટોક ફરતા હતા.

જેમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ , પ્રદીપસિંહ વાઘેલા સહિતના યુવા મોરચાના કાર્યકરો પણ નજરે પડ્યા હતા. સીસીટીવી પોલીસને સોંપાયા હોવા છતાં અમદાવાદની પોલીસ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં છે. આ બાબતે જીએલએસના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે જેમાં જે ગાડીનો નંબર નોંધાવ્યો છે એ ભાજપના નેતા દર્શક ઠાકરની છે અને આ સીસીટીવીના ફૂટેજ સાબિત કરી રહ્યાં છે કે દર્શક ઠાકર આ ઘટના સમયે કોલેજમાં હાજર હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.