દેશના મોટા ભાગના રાજ્યોમાં ઑક્સીજન અને બેડ માટે પ્રજા પરેશાન થઈ રહી છે અને ગુજરાતમાં પણ અમદાવાદ, સુરતમાં આજે પણ પરિસ્થિતિ ગંભીર છે. ત્યારે હવે ભાજપના જ કાર્યકર્તાઓ સરકાર સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે.
અંકલેશ્વરના ભાજપ નેતાએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. કલ્પેશ તેલવાલાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકીને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે અને લોકોની પડી રહેલી મુશ્કેલી વિશે જણાવ્યું છે.
તેલવાલાએ પોસ્ટ કરીને કહ્યું કે કોરોનાની બીજી લહેર આવવાની હતી તે ખબર હતી, લોકોએ સરકારને ફંડ પણ મોટા પ્રમાણમાં આપ્યું પરંતુ એક વર્ષનો સમય માત્ર ચૂંટણીઓમાં વેડફી નાખ્યો.
ભાજપના જ નેતા દ્વારા પોતાના નેતાઑ સામે આ પ્રકારે અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે આ પોસ્ટ હવે સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જેને જોઈને લાગી રહ્યું છે કે પ્રજાને પડી રહેલી મુશ્કેલીને જોતાં નેતાઓનો ગુસ્સો પણ હવે ફૂટી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.