રામ માધવે શુક્રવારે તેલંગાણામાં એક રાષ્ટ્રીય એકતા અભિયાનને સંબોધિત કરતા કહ્યું કે, કલમ 370 હટાવવાથી જમ્મુ અને લદ્દાખના લોકો ખુશ છે પરંતુ કાશ્મીરમાં મુશ્કેલી છે. આ સમગ્ર મામલાનું સંવેદનશીલતા સાથે સમાધાન કરવામાં આવશે.
માધવે કહ્યું કે, લદ્દાખના લોકો ઘણા ખુશ છે. આ લોકો હવે તાજગી અનુભવી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ તેમની માંગણી હતી જે હવે પૂરી થઈ ગઇ છે. જ્યાં સુધી કાશ્મીરના લોકોની વાત છે તો મોટી સંખ્યામાં ત્યાંના રહેવાસી આ નિર્ણયને વધાવી રહ્યા છે અને સરકારની પ્રશંસા કરી રહ્યા છે.
કાશ્મીરી પણ તમારા અને અમારા જેવા જ છેઃ રામ માધવ
તેમણે કહ્યું કે, દરેક કાશ્મીરી એન્ટી નેશનલ અને અલગતાવાદી નથી. તે તમારા અને અમારા જેવા છે. અમે કલમ 370 હટાવી, કારણ કે અમે ઈચ્છતા હતા કે તેમને પણ વિકાસ અને રાજકીય અધિકારો મળે. જમ્મુ અને કાશ્મીરના લોકોને પણ જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. છેલ્લા બે મહિનામાં સુરક્ષાબળોની તૈનાતીના લીધે એક પણ નાગરિકનું મોત થયું નથી.
200 નેતા નજરકેદ
રામ માધવે કહ્યું કે રાજ્યમાં 200થી વધુ નેતાઓને નજરબંધ રખાયા છે. તેમને ફાઇવ સ્ટાર હોટલોમાં નજરકેદ કરાયા છે. આ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક અસ્થાયી ઉપાય છે. બે મહિના માટે જેલમાં બંધ 200 લોકો અને આખું રાજ્ય શાંતિપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.