ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ કરીને ટ્રોલ થયા છે. સ્વામીએ પીએમ દ્વારા જી-7 શિખર સંમેલનમાં આપવામાં આવેલા ભાષણને લઈને એક સવાલ પુછ્યો.
ભાજપ સાંસદે લખ્યું, “મે ટ્વીટર પર એક સાધારણ સવાલ કર્યો હતો કે શું મોદીએ જી-7માં પોતાનુ ભાષણ આપ્યું અને શું કોઈ પાસે તેનું લખાણ છે જેને હું વાંચવા માંગુ છું. મને લાગે છે કે ભારત ઉપરાંત અન્ય આમંત્રિત લોકો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા અને દક્ષિણ કોરિયા હતા. તેમણે પણ વાત કરી હતી.”
તેમના આ ટ્વીટ પર અમુક યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, “આ બધુ છોડી દો સર સુશાંતને જસ્ટિસ અપાલો. આજે તેમના મૃત્યુને એક વર્ષ થઈ ગયું છે.” શુભમ ત્યાગી નામના એક યુઝરે લખ્યું, “સ્વામીજી રાજનૈતિક શબ્દોનો ઉલટ ફેર ઠીક નથી. પરંતુ ભક્ત શબ્દને રાજનૈતિક રંગ આપવો અત્યંત હલકી રાજનીતિ છે.
જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે તાનાશાહી, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, ખોટી સુચનાઓ અને આર્થિક જોર-જબરદસ્તીથી ઉત્પન્ન વિવિધ ખતરાઓથી શેર મૂલ્યોની રક્ષા કરવામાં ભારત જી-7નો એક સ્વાભાવિક ભાગીદાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.