ભાજપની કમાન લોકસભાની ચૂંટણી સુધી જે.પી. નડ્ડાના હાથમાં જ રહેશે..

નવી દિલ્હીમાં 16-17 જાન્યુઆરીએ થનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે-દિવસીય મીટિંગમાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ 2024ની લોકસભા ચૂંટણી સુધી વધારવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે અને આ મીટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા પણ સામેલ થશે. નડ્ડાનો કાર્યકાળ આ જાન્યુઆરી માસમાં પૂરો થવાનો હતો, પરંતુ સંગઠનમાં નિરંતરતા જાળવી રાખવા માટે આવતા વર્ષની લોકસભા ચૂંટણી સુધી નડ્ડાને ભાજપાધ્યક્ષ રાખવામાં આવશે.

નડ્ડાના અત્યારસુધીના કાર્યકાળની ઉપલબ્ધિ એ રહી છે કે, યુપીમાં ભાજપે બહુમતી મેળવી હતી તથા ગુજરાત અને ઉત્તરાખંડની ચૂંટણીમાં પણ વિજય મળ્યો છે અને બીજી તરફ નડ્ડાના ગૃહ રાજ્ય હિમાચલમાં ભાજપની સરકાર બનાવવામાં અસફળતા તથા પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા તમામ પ્રયત્નો છતાં બહુમતી ન મળવી, નડ્ડાના કાર્યકાળની ‘નેગેટિવ ઉપલબ્ધિ’ માનવામાં આવી રહી છે.

એવી આશા છે કે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં ભાજપ નેતા રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ કરશે તેમજ ચૂંટણી સંબંધિત કાર્યક્રમો, યોજનાઓ અને પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.