આજથી ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચારમાં જોડાશે. જેમાં સુરત પર ભાજપના હિન્દી ભાષી નેતાઓ સભા ગજવશે. સુરત પર આમ આદમી પાર્ટી જોર કરી રહી છે. આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓ પણ સુરતમાં પ્રચાર કરી રહ્યા છે.
સુરતમાં હિન્દી ભાષી નેતાઓ વધુ અસર કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે જંગ શરૂ થતાં જ અન્ય રાજ્યોના મતદારોને રીઝવવા હિન્દી ભાષી નેતાઓને મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી સુરત ઉપરાંત દક્ષિણચ ગુજરાત પર પણ ફોકસ કરી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું મુખ્ય શહેર સુરત છે જ્યાંથી રાજનીતિના પાસાઓ પલટી શકે છે.
સુરત આપનું કેન્દ્ર બની શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે 27 સીટો કોર્પોરેશનમાં આપ પાર્ટીને મળી હતી તેને જોતા આપ પાર્ટીનો વિશ્વાસ સુરત પર વધ્યો છે. સુરત આગામી સમયમાં આપ પાર્ટીનું કેન્દ્ર બની રહ્યું છે જેને જોતા સુરત પર આપ પાર્ટી ફોકસ કરી રહી છે. સુરતથી સૌ કોઈનું ધ્યાન આપ પાર્ટી ખેંચવા માંગે છે. માટે આ વખતે પણ ઈટાલિયા સહીતના નેતાઓને ચૂંટણીમાં લડવા માટે ઉતાર્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી આગામી દિવસોમાં ભાજપ તરફથી પ્રચાર અભિયાનમાં જોડાશે આ સાથે શિવરાંજસિંહ ચૌહાણ પણ પ્રચારમાં ઉતરશે. આ સિવાય અન્ય નેતાઓને પણ આ વિસ્તારમાં પ્રચાર માટે બોલાવવામાં આવશે. એ જ રીતે કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ પણ તેમના હિન્દી ભાષી નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલથી લઈને રાઘવ ચઢ્ઢા સહીતના નેતાઓ પણ પ્રચારમાં ઉતરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.