ભાજપનો કાયૅકર જ કપાતર બની,આપ ને બદનામ કરવાનુ નાટક કરતા ઝડપાઈ ગયો…

થોડાં દિવસ પહેલાં જ સોશિયલ મીડિયાનાં માધ્યમથી એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. જે ચચૉનું કેન્દ્ર બન્યું હતું.. તે વાયરલ થયેલ ફોટામાં એક વ્યકિત આમ આદમી પાર્ટીનાં કાયૉલયમાં દારૂ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પરંતુ આ ફોટો વિશે જયારે વાસ્તવિકતા જાણવાની કોશિશ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ ફોટોમાં જે વ્યક્તિ છે તે એક ભાજપનો જ કાર્યકર્તા છે. તેમણે ભાજપના કોર્પોરેટરના કહ્યા અનુસાર તેમને આમ આદમી પાર્ટીની ઓફિસમાં ઘૂસીને પોતાનો ફોટો દારૂના નશામાં હોય તેવી રીતે પડાવ્યો હતો.

ભાજપના આ કાર્યકર્તાએ તેમના કોર્પોરેટરના કહેવા મુજબ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ઘૂસીને પોતાનો ફોટો પડાવ્યો હતો અને આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયામાં બદનામ કરવા માટે આ સમગ્ર પ્લાન બનાવવા આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જેથી આ વ્યક્તિ પર પોલીસ ફરિયાદ દાખલ થવાની હતી પરંતુ ભાજપના કાર્યકર્તાને આ અંગે જાણ થતા તેમણે પોતાનો કરેલો આ કાંડ સ્વીકારી લીધો હતો અને માફીનામું પણ લખી આપ્યું હતું.

https://www.youtube.com/watch?v=x2Lhae6MMFA

આ ફોટો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લીધે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીની બદનામી થાય. પરંતુ આ સમગ્ર ઘટના અંગે હિમાંશુ મહેતા એ માફી માંગતા કહ્યુ હતું કે અમે આ સમગ્ર ઘટના અંગે લેખિતમાં આમ આદમી પાર્ટીની માફી માંગીએ છીએ અને હવે આજ પછી ક્યારેય પણ અમારા દ્વારા આવી કોઇપણ ખોટી હરકત નહિ થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.