સુરતમાં (SURAT) દિવાળી (DIWALI) બાદ કોરોના (CORONA) અંગે ટેસ્ટિંગ (TESTING) આક્રમક બનાવાયુ છે. તે દરમિયાન સુરત (SURAT) શહેર ભાજપ (BJP) દ્વારા આગામી ૨૪મી સ્નેહમિલન (REUNION) નું આયોજન કરાયું છે. જેમાં ૩૦ હજારથી વધુ કાર્યકરો (ACTIVISTS) એકત્ર કરવાનું આયોજન છે. સ્નેહમિલનમાં મુખ્યમંત્રી (CM) અને ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP STATE PRESIDENT) ઉપસ્થિત રહેશે.
આ સ્નેહ મિલન સમારોહમાં કોવિડ ગાઇડલાઇનના પાલન અંગે મનપા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં દિવાળી ની રજા બાદ કોરોના કેસમાં વધારા સાથે ટેસ્ટીંગ વધારાયું છે.ત્યારે સ્નેહમિલન સમારોહમાં ગાઈડલાઈનનું પાલન કરાવવા કવાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે , અગાઉ ભાજપે જન આશીર્વાદ યાત્રા યોજી હતી. તેમાં પણ માસ્ક પહેર્યા વગરની હાજરી અને ડિસ્ટન્સ નહીં જળવાતા કોવિડ નિયમોનો ભંગ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.