બુધવારના રોજ ચારેક વાગ્યાના અરસામાં ઇચ્છાપોર જીઆઇડીસી ખાતેની યુરો ઈન્ડીયા ફ્રેશ ફુડ લીમીટેડમાં ગેસ લીકેજ કારણે બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી અને જેમાં ત્રણ કામદાર દાઝી ગયા હતા અને બ્લાસ્ટને કારણે દિવાલોમાં તિરાડ પડવા સાથે કાચની બારીના ફુરચે ફુરચા ઉડતા બીજા બે કામદારોને ઇજાઓ થઈ હતી.પાંચેય કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં અડાજણ અને પાલનપૂર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ પરિસ્થિતિ થાળે પાડી હતી.
ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, કંપનીની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીમાં ગેસ લિકેજ થયો હતો. દરમિયાન અહીના એક કામદારે એસી બંધ કરતા સ્પાર્ક થવાથી બ્લાસ્ટ થવા સાથે આગ ભડકી ઉઠી હતી અને જેને લેબોરેટરી અને એક નાના પ્લાન્ટની દિવાલમા તિરાડ પડવા સાથે કાચની બારી બારણાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
આ ઘટનામાં ત્રણ કામદાર દાઝી ગયા હતા અને બે કામદારોને ઇજા થઇ હતી. જેમાં શિવ પ્રસાદ રામેશ્વર ઠુમરે અંકિત યશવંત વળવી,સાજન રાયસીંગ વળવી,વિપુલ ક્રિષ્ણા વળવી અને પાર્થ હસમુખ પટેલનો સમાવેશ થાય છે અને પાંચેય જણા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઉલ્લેખનીય બ્લાસ્ટ થવાથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. જેને પગલે સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.