બળાત્કારના કેસની બે મહિનામાં તપાસ પૂરી થવી જોઈએ : રાજ્યોને કેન્દ્રનું સૂચન

– મહિલાઓ સામે ગુનાના કેસોમાં ફરજિયાત પગલાંની એડવાઈઝરી

દેશમાં મહિલાઓ વિરૂદ્ધ વધતા ગૂના ખાસ કરીને હાથરસ કાંડમાં શરૂઆતમાં પોલીસે જે પ્રકારે બેદરકારી દાખવી તેને પગલે કેન્દ્ર સરકારે મહિલાઓ સામેના ગુનામાં ફરજિયાત પગલાં અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવેસરથી એડવાઈઝરી જાહેર કરી છે અને કહ્યું છે કે બળાત્કારના કેસોમાં કાયદા મુજબ તપાસ બે મહિનામાં પૂરી થઈ જવી જોઈએ.

કેન્દ્રે એમ પણ કહ્યું કે પીડિતાએ મૃત્યુ સમયે આપેલા નિવેદનને માત્ર તે એક ન્યાયાધીશે રેકોર્ડ કર્યું ન હોવાના કારણે એટલા માટે અવગણી શકાય નહીં. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં એક દલિત યુવતી પર સામુહિક બળાત્કાર અને હત્યાના કારણે સમગ્ર દેશમાં ફાટી નીકળેલા આક્રોશ પછી કેન્દ્રીય ગૃહમંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહિલાઓ સામેના ગુનાઓમાં ઝડપથી પગલાં લેવા માટે ત્રણ પાનાની વિગતવાર એડવાઈઝરી જાહેર કરી છે.

ગૃહમંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ એફઆઈઆર નોંધવામાં આનાકાની ન કરે. સીઆરપીસી હેઠળ કોગ્નિઝેબલ ગૂનાના કિસ્સામાં એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. ગૃહમંત્રાલયે ચેતવણી આપતા કહ્યું કે આવા કેસોમાં બેદરકારી દાખવનારા અિધકારીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

વધુમાં ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશનના જ્યુરિસડિક્શનની બહાર થયેલા ગુનાઓના કેસમાં પોલીસે એફઆઈઆર આૃથવા ‘શૂન્ય એફઆઈઆર’ નોંધવી જોઈએ.

આઈપીસીની કલમ 166-એ(સી) હેઠળ એફઆઈઆર ન નોંધતા અિધકારીને સજાની જોગવાઈ છે. સીઆરપીસીની કલમ 173માં બળાત્કાર સાથે સંકળાયેલા કેસોની તપાસ બે મહિનામાં કરવાની જોગવાઈ છે. ગૃહમંત્રાલયે તેના માટે એક ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે, જ્યાંથી કેસોનું મોનિટરિંગ થઈ શકે છે.

સીઆરપીસીની કલમ 164-એ મુજબ બળાત્કાર આૃથવા જાતીય શોષણના કેસની માહિતી મળતા જ 24 કલાકની અંદર પીડિતાની સંમતીથી એક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર મેડીકલ તપાસ કરશે. ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 32(1) હેઠળ મૃત વ્યક્તિનું નિવેદન તપાસમાં મહત્વનું તથ્ય હશે.

ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટરે જાતીય શોષણના કેસમાં ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા, સ્ટોર કરવાની માર્ગદર્શિકા બનાવી છે, તેનું પાલન થવું જોઈએ. દેશમાં મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓના કેસોમાં પોલીસની સંવેદનહીનતા અનેક વખત સામે આવી છે.એફઆઈઆર નોંધવામાં આનાકાનીની પણ અનેક ફરિયાદો સામે આવે છે.

ઉપરાંત સમયસર મેડીકલ ન થવું, ઈરાદાપૂર્વક કેસને નબળો કરવો, કેસ ટાળવાની પણ ફરિયાદો ઊઠતી રહી છે. પોલીસ પર મોટાભાગે બળાત્કારના કેસમાં જરૂરી ફોરેન્સિક પ્રક્રિયાનું પાલન નહીં કરવાના પણ આક્ષેપો થતા રહે છે. પરીણામે મહત્વપૂર્ણ પુરાવાઓનો નાશ થઈ જાય છે. આ બધા કારણોથી ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરવાની ફરજ પડી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.