ગુજરાતમાં આશીર્વાદ પણ મહારાષ્ટ્રમાં ભાજપની આશીવાઁદ યાત્રા માં ડખા થયાં.. ઠાકરે સરકારે કયુઁ આ કામ…

મોદી સરકારમાં તાજેતરમાં જ મહારાષ્ટ્રના ચાર સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મંત્રી બન્યા બાદ પહેલીવાર પોતાનાં રાજયમાં પાછા ફરેલા જન આશીવાઁદ યાત્રા દ્નારા લોકોને ધન્યવાદ લઈ રહયાં છે.

પરંતુ કદાચ મહારાષ્ટ્રની ઠાકરે સરકારે કેન્દ્રીય મંત્રીઓની યાત્રા ગમી નહીં. તેનું પાછળ કારણ કે એ છે કે, યાત્રામાં દરમિયાન ભીડ એકત્ર કરવાના કેસમાં હવે ગુનાકિય કેસ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધવાનો શરૂ કરી દીધો છે.

https://www.youtube.com/watch?v=j2k_NuS5OIc&t=647s

સોમવારે મુંબઈ નજીક થાણેમાં કેન્દ્રીય પંચાયતી રાજ્ય મંત્રી કપિલ પાટીલની યાત્રા દરમિયાન લાગેલી ભીડને કોરોના નિયમોનુ ઉલ્લંઘન જણાવતા ત્રણ આયોજકો વિરૂદ્ધ થાણે પોલીસે કેસ નોંધ્યો છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભામાં સાંસદ સંજય રાઉતે પણ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યુ કે મુસાફરીમાં માસ્ક વિનાના લોકોને એકત્ર કરવા કોરોનાનુ ઉલ્લંઘન કરવુ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું છે, પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય છે.

આ પહેલી તક હશે જ્યારે રાણે બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર આવશે. શિવસેનાએ નારાયણ રાણેના બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર જવાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. શિવસેના નેતા અને લોકસભા સાંસદ વિનાયક રાઉતનું કહેવું છે કે બાળા સાહેબ ઠાકરે સાથે ગદ્દારી કરનારને સ્મૃતિ સ્થળ પર જવાનો કોઈ અધિકાર નથી અને શિવસૈનિક તેમને આ પવિત્ર સ્થળ પર જવા દેશે નહીં.

એવામાં સ્પષ્ટ છે કે 19 ઓગસ્ટે જ્યારે રાણેની જન આશીર્વાદ યાત્રા શરૂ થશે, ત્યારે મુંબઈના શિવાજી પાર્ક સ્થિત બાળા સાહેબ ઠાકરે ના સ્મૃતિ સ્થળ પાસે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓમાં ટકરાવ જોવા મળી શકે છે.

https://www.youtube.com/watch?v=Zcl0nRvLmh8

આગામી વર્ષ એટલે 2022માં મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી થવાની છે અને ભાજપ નારાયણ રાણે દ્વારા મુંબઈમાં રહેનાર કોકણના લોકોને સાધવાનો પ્રયત્ન કરી રહી છે. આ રણનીતિ હેઠળ રાણેની જન આશીર્વાદ યાત્રા મુંબઈના તે તમામ વિસ્તારોથી થઈને પસાર થશે જ્યાં શિવસેનાનો દબદબો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.