BJPમાં સામેલ થયા બાદ અપર્ણાએ મેળવ્યા મુલાયમ સિંહના આર્શીવાદ જાણો સમગ્ર વિગત…..

મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવે યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે અને ભાજપમાં જોડાયા બાદ અપર્ણાએ મુલાયમ સિંહ યાદવના આશીર્વાદ લેતા એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

અપર્ણાએ કહ્યું કે તેઓએ બીજેપીમાં સામેલ થયા બાદ મુલાયમ સિંહ સાથે વાત કરી હતી. આ સમયે પારિવારિક વાતચીત થઈ હતી અને સૌએ સાથે ભોજન પણ લીધું હતું. મુલાયમ સિંહ યાદવે કહ્યું કે ખુશ રહો બેટા. અને એટલું નહીં અપર્ણાએ કહ્યું જ્યારે મેં તેમની સાથે મુલાકાત કરી તો તેઓએ પોલિટિકલ ટિપ્સ પણ આપી હતી.

અમિત શાહ સાથેની મુલાકાતને લઈને અપર્ણા યાદવે કહ્યું કે કેટલાક મુદ્દા પર વાત થઈ છે અને એવામાં એટલું કહી શકાશે કે તેઓ મારા સીનિયર છે. તેઓએ મને આર્શીવાદ આપ્યા છે. અપર્ણાએ એક સવાલના જવાબમાં કહ્યું કે તમને મુલાયમ સિંહે ઘણું સમજાવવાની કોશિશ કરી. આ સાથે અપર્ણાએ કહ્યું કે મારા પતિના મોટા ભાઈ છે. તેઓએ જે પણ કહ્યું તેનાથી મને રાજનીતિની સમજ મળી છે.

તેઓએ કહ્યું હતું કે તેઓ સપાની વિચારધારા ભાજપમાં લાવશે. તેને લઈને અપર્ણાએ કહ્યું કે આ તેમની ધારણા છે. અને મારું માનવું છે કે રાષ્ટ્રવાદી વિચારધારાના કારણે હું ભાજપમાં સામેલ થઈ છું. અપર્ણાએ કહ્યું કે ભાજપ જે પણ નિર્ણય લેશે, હું જવાબદારી નિભાવવા માટે તૈયાર છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.