રાત્રે વધી જાય છે બ્લડ પ્રેશર ? ડાયાબિટીસનાં દર્દીઓ માટે છે ખતરનાક..

જો તમે ડાયાબિટીસના દર્દી છો અને રાત્રે તમારો બીપી વધી જાય છે. તો તમે તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. એક અભ્યાસ મુજબ , ટાઈપ ૦૧ અને ટાઈપ ૦૨ના દર્દીઓ કે રાત્રે જેમનું બીપી અચાનક વધી જાય છે તેના મૃત્યુના જોખમ તે લોકોની તુલનામાં વધુ છે.

રાત્રે વધેલું બીપી ખતરનાક કેમ?

ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે એ મહત્વનું છે કે તેમના બ્લડ પ્રેશરનું લેવલ પણ કંટ્રોલમાં રહે. અમેરિકન હાર્ટ એસોસિએશનના હાયપરટેન્શન સાયન્ટિફિકમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસ મુજબ, ટાઇપ 1 અથવા ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ જેમનું બીપી રાત્રે વધી જાય છે તેઓએ સાવધ રહેવું જોઈએ. રાત્રે વધેલું બીપી તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

જીવવાની શક્યતા ઓછી થઇ જાય..

1999 માં, ઇટાલીના પિસામાં 359 પુખ્ત વયના લોકો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમને ડાયાબિટીસ હતું. સંશોધકોને જાણવા મળ્યું છે કે અભ્યાસમાં અડધાથી વધુ લોકોનું રાત્રિ દરમિયાન બ્લડ પ્રેશર વધ્યું હતું. તેમાંથી 20 ટકા રિવર્સ ડીપર પર હતા અને લગભગ ત્રીજા ભાગના રિવર્સ ડીપર કાર્ડિયાક ઓટોનોમિક ન્યુરોપથીથી પીડાતા હતા.

https://www.youtube.com/watch?v=V5TZMEG-uug

કાર્ડિયાક ઓટોનોમિક ન્યુરોપથીમાં, હાર્ટ અને બ્લડ વેસેલ્સને નિયંત્રિત કરતી નસો ડેમેજ થાય છે. આ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ રેગ્યુલેશનને અસર કરે છે, મૃત્યુ અને હૃદય રોગોનું જોખમ વધારે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડિપરની સરખામણીમાં રિવર્સ ડીપર્સ ધરાવતા લોકોના જીવવાની શક્યતા 2.5 વર્ષ ઓછી છે, જ્યારે બિન-ડીપર 1.1 વર્ષ સુધી જીવવાની શક્યતા ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.