ટ્વિટરના નવા ચીફ એલન મસ્કે જૂના બ્લ્યૂ ટીક હટાવવાનો સંકેત આપ્યો છે અને અરબપતિ બિઝનેસમેને ટ્વિટર પર ડેડલાઈન પણ આપી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી બ્લ્યૂ સબસ્ક્રિપ્શન વિશે પણ કહી રહ્યા હતા અને કંપની હવે સંપૂર્ણપણે જૂના બ્લ્યૂ ટીક હટાવી દેશે. જો હવે કોઈએ બ્લ્યૂ ટીક રાખવું હશે તો બ્લ્યૂ સબસ્ક્રિપ્શન ખરીદવાનું રહેશે. આવો જાણીએ કઈ તારીખે આ બ્લ્યૂ ટીક દૂર કરવામાં આવશે એન્ડ એલન મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, લીગેસી બ્લ્યૂ ચેક દૂર કરવાની ફાઈનલ ડેટ 4/20 છે. 4/20નો અર્થ 20 એપ્રિલ છે કે, પછી બીજું કંઈક કહેવા માંગે છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. એલન મસ્કે જે તારીખની જાહેરાત કરી તે તારીખ મજાક હોઈ શકે છે. આ દિવસે ભાંગ અને ગાંજાનું સેલિબ્રેશન થાય છે.
ટ્વિટરે અગાઉ બ્લ્યૂ ટીક હટાવવા માટે ડેડલાઈન તરીકે 1 એપ્રિલની જાહેરાત કરી હતી અને જેમાં એલન મસ્કે હવે 4/20ને ફાઈનલ ડેટ કહી છે. 20 એપ્રિલે ખરેખર આ પ્રકારે થશે કે પછી એલન મસ્ક મજાક કરી રહ્યા છે, તે જાણી શકાયું નથી. અમેરિકામાં ભાંગ અને ગાંજો લીગલ છે, જ્યાં 20 એપ્રિલના રોજ કેન્નાબિસ સેલિબ્રેશન
4/20ના કારણે અગાઉ પણ ફસાઈ ચૂક્યા છે અને વર્ષ 2018માં એલન મસ્કે પ્રતિ શેરે 420 ડોલરના હિસાબથી ટેસ્લાને પ્રાઈવેટ કંપની બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ તેઓ આ પ્રકારે કરી શક્યા નહોતા. આ કારણોસર એલન મસ્ક પર રોકાણકારોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. આ પ્રકારનું ખોટું ટ્વિટ કરવાને કારણે તેમના પર કેસ પણ કરવામાં આવ્યો હતો. હવે 4/20ને કેન્નાબિસ સેલિબ્રેશન સાથે જોડવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.