બ્લૂ વ્હેલ જેવી વધુ એક ગેમ આવી માર્કેટમાં! મહારાષ્ટ્રમાં 16 વર્ષીય કિશોરે 14મા માળેથી છલાંગ લગાવી…

મહારાષ્ટ્રમાં એક 16 વર્ષીય કિશોરે કૂદીને જીવ આપી દીધો છે. જીવ આપતા પહેલા એને પોતાની પાછળ એક લોગઆઉટ નોટ છોડી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે કિશોરને ઓનલાઈન ગેમની આદત હતી, જેના કારણે તેને આ પગલું ભર્યું છે.

મહારાષ્ટ્રના પુણેથી ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પિંપરી-ચિંચવડમાં એક 16 વર્ષીય કિશોરે રેસિડેન્શિયલ બિલ્ડીંગના 14મા માળેથી કૂદયા બાદ તેનું મોત થઈ ગયું. પ્રાથમિક તપાસ બાદ પોલીસને શંકા છે કે કિશોરને ઓનલાઈન ગેમની આદત હતી, જેના કારણે તેને આ પગલું ભર્યું છે. આ પહેલા તેણે સુસાઈડ નોટમાં લોગઆઉટ નોટ લખીને આત્મહત્યા કરી, જે એક મલ્ટી-પ્લેયર કોમ્બેટ ગેમની રણનીતિનું માનચિત્ર હતું. પોલીસ અનુસાર કિશોરની બૂકમાંથી ઘણા એવા કેટલાક સ્કેચ અને નકશા મળ્યા છે. હાલ પોલીસે દુર્ઘટનાનો કેસ નોંધીને ગેમ વિશે તપાસ કરી કરી દીધી છે.

પોલીસ અનુસાર, આત્મહત્યા કરનાર આ કિશોરના લેપટોપનો પાસવર્ડ તેના માતા-પિતાને ખબર નથી, જેને કારણે તેઓ લેપટોપ ખોલી શક્યા નથી. હવે સાયબર ટીમની મદદથી જ આ જાણકારી મેળવી શકાય છે કે આખરે તે કઈ ગેમ રમી રહ્યો હતો. ડીસીપીએ સ્વપ્ના ગોરેએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોના મોબાઈલ-લેપટોપ પર નજર રાખે જેથી તેમની સાથે કશું ખોટું ન થાય.

દેશમાં બ્લુ વ્હેલ જેવી ગેમ ફરી આવી

મૃતક બાળકની માતાએ કહ્યું કે છેલ્લા છ મહિનામાં તેનો પુત્ર ઘણો બદલાઈ ગયો હતો. તે દરેક વસ્તુનો સામનો આક્રમક અને નીસર રીતે કરવા લાગ્યો હતો. અહીં સુધી કે ચપ્પુ અને આગથી પણ એ રમવા લાગ્યો હતો, જાણે કે એને કોઈ ખતરો જ નથી. એક માતા હોવાને કારણે મને પણ તેનો સામનો કરવામાં ડર લાગતો હતો. તેને આ ગેમમાંથી બહાર કાઢવાની ઘણી કોશિશ કરી, હું તેની પાસેથી લેપટોપ લઈ લેતી હતી પરંતુ તે મારી પાસેથી લેપટોપ છીનવી લેતો હતો. તે એટલો બદલાઈ ગયો હતો કે તેને આગનો પણ ડર નહોતો. તે પહેલા આવો નહોતો.

કિશોરની માતાએ કહ્યું કે આમાં સરકારની ભૂલ છે. આવી વેબસાઇટ્સ બાળકો સુધી કેવી રીતે પહોંચે છે? આજના યુગમાં દરેક વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે. સરકાર ડિજિટલ ઇન્ડિયા માટે પ્રેરિત કરી રહ્યી છે, પરંતુ જે રીતે આ ખતરનાક વેબસાઇટ લોકોનો જીવ લઈ રહી છે એ ખૂબ જ દુખદ છે. આવી ઘટનાઓ ફરી ન બને. આ એક અપીલ છે, હું સરકારને અપીલ કરું છું કે આવી વસ્તુઓ બાળકો સુધી ન પહોંચવા દો.

પિતાએ કહ્યું – બ્લૂ વ્હેલ ગેમ જેવી જ છે

કિશોરના પિતાએ જણાવ્યું કે લેપટોપમાં એક પેરેન્ટલ લોક હતું જેને બાયપાસ કરવામાં તે સક્ષમ રહ્યો. તે અભ્યાસમાં સારો હતો. પરંતુ તે કેટલાક દિવસોથી તેની વાતો અમારાથી છુપાવવા લાગ્યો હતો. તે પોતાના લેપટોપની હિસ્ટ્રી ડિલીટ કરીને રાખતો હતો અને અલગ-અલગ ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને પોતાની ઓનલાઈન એક્ટીવીટી છુપાવી દેતો હતો. તેની બૂકમાંથી નકશા મળ્યા છે જેનાથી એ ખબર પડે છે કે એ ટીમ ગેમમાં સામેલ હતો. ઓનલાઈન ગેમ અને છોકરા પર તેની અસર વિશે વધુ માહિતી મેળવવા માટે પોલીસ સાયબર નિષ્ણાતોની મદદથી તેમની તપાસ ચાલુ રાખી રહી છે.

ભારતમાં બ્લુ વ્હેલ ગેમનો પ્રથમ શિકાર

જણાવી દઈએ કે ભારતમાં બ્લુ વ્હેલ ગેમનો પહેલો શિકાર જુલાઈ 2017માં મુંબઈનો 14 વર્ષનો સ્કૂલ સ્ટુડન્ટ મનપ્રીત સિંહ સાહની બન્યો હતો. ત્યારે મનપ્રીતે સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 2019માં બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર આ ગેમને કારણે રશિયા, યૂક્રેન, ભારત અને અમેરિકામાં 100થી વધુ બાળકોના મોત થયા હતા.

બ્લુ વ્હેલ ગેમ એક સોશિયલ મીડિયા ઘટના હતી જે 2016 ની આસપાસ સામે આવી હતી. કથિત રીતે તે રશિયામાં બનાવવામાં આવી હતી. આ ગેમમાં ખેલાડીઓને 50 દિવસ સુધી દરરોજ એક નવું ટાસ્ક આપવામાં આવતું હતું, જેમાં છેલ્લું ટાસ્ક આત્મહત્યા છે. આ ગેમે કિશોરો અને યુવાનોને ટાર્ગેટ કર્યા, તેઓને મનોવૈજ્ઞાનિક યુક્તિઓ દ્વારા પ્રભાવિત કર્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.