કાર 4.6 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી લે છે
કારની બેટરી 35 મિનિટમાં 10%થી 80% સુધી ચાર્જ થાય છે
કાર વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ, હેડ અપ ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, રિવર્સિંગ અસિસ્ટન્ટ સહિતનાં ખાસ ફીચર્સથી સજ્જ છે
જર્મન લક્ઝરી કાર મેકર BMWએ તેની ઈલેક્ટ્રિક કાર BMW iX EV SUV ભારતમાં લોન્ચ કરી છે. આ લક્ઝિુરિયસ કારની એક્સ શૉ રૂમ કિંમત 1.16 કરોડ રૂપિયા છે. યુરોપ અને અમેરિકામાં આ કાર પહેલાંથી લોન્ચ થઈ ચૂકી છે. યુરો NCAP ક્રેશ ટેસ્ટમાં કારને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.
BMWની આ નવી EV ઓલ ન્યૂ એલ્યુમિનિયમ સ્પેસફ્રેમ બેઝ્ડ છે. તેની સાઈઝ BMW X5 જેટલી જ છે. તે 2 ઈલેક્ટ્રિક મોટર્સથી સજ્જ છે. તેનાં xDrive 40 અને xDrive 50 વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
સિંગલ ચાર્જમાં 611Kmની રેન્જ આપશે.
BMW iX xDrive 40 વેરિઅન્ટમાં 71 kWhની બેટરી છે. તે સિંગલ ચાર્જમાં 414 કિલોમીટરની રેન્જ આપે છે. ડ્યુઅલ મોટર્સનો આઉટપુટ 322 bhp અને 630 Nm છે. xDrive 50 વેરિઅન્ટમાં 105.2 kWhની બેટરી મળે છે. તે 611 કિલોમીટરની રેન્જ આપે છે. તે 516 bhpનો પાવર અને 765 Nmનું ટોર્ક જનરેટ કરે છે. કાર 4.6 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી લે છે.
31 મિનિટમાં ફાસ્ટ 80% ચાર્જ
કાર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. DC ફાસ્ટ ચાર્જિંગ 195kW સુધી થઈ શકે છે. તે xDrive 50 વેરિઅન્ટની બેટરી 35 મિનિટમાં 10%થી 80% સુધી ચાર્જ કરી શકે છે. iX xDrive 40 DC ચાર્જરથી 31 મિનિટમાં 10%થી 80% સુધી ચાર્જ થાય છે.
BMW iX EVનું એક્સટિરિયર
આ બ્લેક થીમ લક્ઝુરિયસ કારમાં ડ્યુઅલ બીમસ્લિક LED હેડલમ્પ છે. ફ્રન્ટ બમ્પર પર વાદળી કલરનો એક્સેન્ટ છે. તે SUVની તમામ ઈલેક્ટ્રિક ખાસિયતો તરફ ઈશારો કરે છે. બોનટનો લુક પણ એટ્રેક્ટિવ છે.
આ EVમાં હેક્ઝાગોનલ સ્ટીયરિંગ વ્હીલ અને મેસિવ કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. ફ્રન્ટમાં 2 ડિસ્પ્લે મળે છે. 12.3ની ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.9 ઈંચની ઈન્ફોટેઈનમેન્ટ ડિસ્પ્લે છે. કારની ફ્રન્ટ સીટ સ્પોર્ટી અને સપોર્ટિવ છે.
કાર વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ, હેડ અપ ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે, 4 ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ, હાર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, સોફ્ટ ક્લોઝ ડોર, સરાઉન્ડ વ્યૂ કેમેરા, રિવર્સિંગ અસિસ્ટન્ટ સહિતનાં ફીચર્સથી સજ્જ છે આ કાર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.