રાજ્યમાં 5મી માર્ચે ગુરૂવારથી બોડની પરીક્ષા (Gujarat Board Exam) શરુ થઇ રહી છે ત્યારે સુરત (Surat) પોલીસ ( Police) દ્વારા પરીક્ષામાં (Exam) વિધાર્થીઓને (Students) તકલીફ નહીંપડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જો કોઈ વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાનો સમય ના હોય તો પોલીસે આવા વિધાર્થીને PCR VANની મદદથી પરીક્ષા સેન્ટર (Exam Center સુધી પોંહચાડે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ સુરત શહેર પોલીસ કમિશનર (commissioner of Police) દ્વારા કરવામાં આવ્યો છે.
આગામી દિવસમો ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી સમયસર પહોંચે અને તને કોઈ તકલીફ પડે તેથી તેમનીિ મદદ હવે પોલીસકરશે. આ વાત સાંભળીને એક વાર તમે વિચારમાં પડી જશો પણ આ વાત સાચી છે. પરીક્ષા ને ધ્યાન માં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા પરીક્ષા આપવા જતા કોઈ પણ વિધાર્થીને ટ્રાફિક પોલીસે ન પકડવાનો પણ આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.