ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ આપવાની તૈયારી કરી લીધી છે. આવતા અઠવાડિયા સુધીમાં બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ જશે
મે મહિનાની 10મી અથવા 17મી તારીખથી પરીક્ષાનો પ્રારંભ કરવાની વિચારણા બોર્ડ દ્વારા થઈ રહી છે. આ બંને વિકલ્પોમાંથી કોઈ એક પર પસંદગી ઉતારીને આવતા અઠવાડિયા સુધીમાં પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાશે, તેમ GSHSEBના એક અધિકારીએ જણાવ્યું.
શિક્ષણ બોર્ડે અભ્યાસ ક્રમમાં 30 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો અને તે મુજબ પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કર્યો હતો. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવે છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીના કારણે પાછી ઠેલાઈ છે.
આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે પરીક્ષા કેંદ્રોની સંખ્યા 5,500થી વધારીને 6,700 કરવામાં આવશે. પરિણામે પરીક્ષા ખંડોની સંખ્યા પણ 60,000થી વધીને 75,000 થશે. આશરે 60 ટકા પરીક્ષા કેંદ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો ગુણભાર 30% થશે,જે અગાઉ 20 ટકા હતો.
બોર્ડની પરીક્ષાને આડે હવે ચાર મહિના જેટલો સમય છે ત્યારે ધોરણ 10ની વિદ્યાર્થિની શ્લેષા જોષીએ કહ્યું, “આગામી બોર્ડની પરીક્ષાને લઈને થોડી નર્વસ છું કારણકે સ્કૂલો હજી શરૂ થઈ નથી. જો કે, હું મારા તરફથી પૂરતી તૈયારી કરી છું અને ઓનલાઈન ક્લાસમાં પણ નિયમિત હાજર રહું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.