સુરતમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાના કિસ્સા સતત વધી રહ્યા છે. સુરતના પુણા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યારાએ રસ્તા પર સૂઈ રહેલી બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી અને સુરત પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી લલનસિંહને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રમજીવી પરિવાર પુણા બ્રિજ નીચે સૂઈ રહ્યો હતો. પરિવારમાં 5 વર્ષની બાળકી પણ રસ્તા પર જ તેના માતા પિતા સાથે સૂઈ રહી હતી. રાત્રે 2 વાગ્યે જ્યારે બાળકીની માતાએ ઉઠીને જોયું તો તેની બાળકી તે જગ્યા પર ન હતી. પરિવારે તેની શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. આખરે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.અને જેથી પુણાગામ પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ બાદ પુણા વિસ્તારના ભૈયાનગર વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પુણા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીની હત્યા ગળુ દબાવી કરવામાં આવી છે. તેની સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા છે. પુણાગામ પોલીસે જણાવ્યુ હતું કે, દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીને કોઈ શખ્સ લઈને ભાગી ગયો હતો અને પુણા પોલીસની ટીમને એક્ટીવ કરી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને બાળકીની લાશ પુણા ભૈયાનગર વિસ્તારના મેદાન માંથી મળી આવી હતી.
પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારા લલનસિંહને ઝડપી પાડ્યો છે. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશન રહેવાસી છે, પૂણા ગામમાં મજૂરીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. પોલીસના અનુમાન અનુસાર બાળકી વધુ પડતી રડતી અને બુમ પાડતી હોવાથી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને સમગ્ર મામલે પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકા છે. પોલીસે આરોપી લલનસિંહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.