અમદાવાદમા 3 દિવસથી ગાયબ યુવતીનો હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ હત્યા કે આત્મહત્યા?

અમદાવાદ શહેરમાં SMS હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતી 3 દિવસથી ગાયબ હતી અને જો કે ત્રણ દિવસ બાદ આ યુવતીનો મૃતદેહ તેની જ હોસ્પિટલમાંથી મળી આવતા ખળભળાટમચી ગયો છે. SMS હોસ્પિટલમાં સાતમા માળે નર્સિંગમાં કામ કરતી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવતીનો લટકતો મૃતદેહ મળી આવતા આત્મહત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, જો કે યુવતીના પરિવાર હત્યા થઇ હોવાના આરોપો લગાવતા હવે યુવતીની હત્યા થઇ છે કે તેણે આત્મહત્યા કરી છે એ અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

આ યુવતી 3  દિવસથી ગાયબ હતી અને ત્રણ દિવસ પહેલા ફરજ પર ન હોવાને કારણે હોસ્પિટલ સત્તાધીશોએ યુવતીના પરિવારને જાણ કરી હતી.  હોસ્પિટલ સત્તાધીશોએ એવો પણ  દાવો કર્યો છે કે આ યુવતી હોસ્પિટલમાં સાયક્રેટરીક વિભાગમાં સારવાર લઇ રહી હતી અને હાલ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.