બોકો હરમે 350 બાળકોનું અપહરણ કર્યું, ‘ઇસ્લામમાં શિક્ષણ હરામ છે’ એવી ગર્જના કરી

– નાઇજિરીયાની સરકારે લશ્કરની મદદ માગી

નાઇજિરીયાના નોર્થ કતસિના પ્રાંતની એક સ્કૂલમાંથી જિહાદી આતંકવાદી બોકો હરમે સાડા ત્રણસો બાળકોનું અપહરણ કર્યું હતું. નાઇજિરીયાની સરકારે આ બાળકોને છોડાવવા લશ્કરી જવાનોની મદદ માગી હતી.

એક અંદાજ મુજબ કુલ 400 બાળકો ગૂમ થયા હતા. આ ઘટના ગયા શુક્રવારની છે. ગૂમ થયેલાં બાળકોમાંનાં કેટલાંક બાળકો પાછાં ફર્યાં હતાં. આમ છતાં બીજા 350 બાળકો લાપતા હતા. ત્યારબાદ બોકો હરમે આ બાળકોના અપહરણની જવાબદારી સ્વીકારી હતી.

જિહાદીઓની દલીલ એવી હતી કે ઇસ્લામમાં શિક્ષણ હરામ છે માટે બાળકો ભણવા નહીં જોઇએ. નાઇજિરીયાના પ્રમુખ મુહમ્મદ બુહારીના પ્રવક્તાએ કહ્યું હતું કે સરકાર અપહરણકર્તાઓ સાથે વાટાઘાટો કરી રહી હતી. બાળકો સુરક્ષિત રહે અને સુરક્ષિત રીતે પાછાં આવે એ માટે સરકાર ધીરજભેર કામ લઇ રહી હતી.

અપહરણ કરનારા જિહાદીઓ હથિયારોથી સજ્જ હતા એમ જાણવા મળ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.