સુરતઃ મંત્રીપુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનું ભાન કરાવનારા અને વીડિયો બનાવીને પ્રસિદ્ધી મેળવવા વાઇરલ કરનાર સુરતના પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવનો રૂઆબ હવે સામે આવી રહ્યો છે, હજારો નાગરિકો અને મીડિયાએ જેમને એક ઇમાનદાર કર્મચારી સમજીને સપોર્ટ કર્યો હતો,તેમનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવી રહ્યો છે. તેઓએ ગઇકાલે પોલીસ કમિશનર ઓફિસમાં પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે જ ગેરવર્તણુંક કરી હતી, બાદમાં મીડિયાકર્મીઓને તુ તારી કરીને જોઇ લેવાની ચીમકી આપી હતી, સ્ટાઇલિસ્ટ લુકમાં ગોગલ્સ પહેરીને ફોટો પડાવવા તેઓ મીડિયા સામે આવી ગયા હતા અને બાદમા મીડિયાકર્મીઓને રૌફ દેખાડ્યો હતો.
નકલી સિંઘમ સુનિતા યાદવે હવે તેમના જ વિભાગના પોલીસકર્મીઓને ભ્રષ્ટ ગણાવી દીઘા છે, એટલે કે ગુજરાત પોલીસ ભ્રષ્ટ છે તેવો સીધો જ આરોપ લગાવીને પોલીસની આબરૂનાં ધજાગરા કરી દીધા છે, તેમને પ્રકાશ કાનાણી અને તેમના પિતા સાથેની વાતચીતના વીડિયો બનાવીને વાઇરલ કરીને પ્રસિદ્ધી મેળવી હોય તેવું હવે લાગી રહ્યું છે.
સુનિતા યાદવનું રાજકીય કનેક્શન પણ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે, તેના ટ્વીટ પરથી જ ખબર પડે છે કે તે પહેલાથી જ ભાજપ વિરોધી છે અને પ્રકાશ કાનાણીની ભૂલોને કારણે હવે તેની માઇલેજ મળી રહ્યું છે, કોરોનાની સ્થિતીમાં કર્ફ્યુમાં બહાર નીકળીને કાયદાનો ભંગ કરનાર પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સામે પોલીસે કેસ દાખલ કર્યો છે, તે યોગ્ય જ છે, કાયદાનો ભંગ કરનાર કોઇ પણ વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી થવી જ જોઇએ, અને સુનિતા યાદવે આ કામ સારૂં જ કર્યું છે, પરંતુ તેમને બધાને દંડા બતાવીને અપશબ્દો બોલીને ધમકાવવાનો પણ પ્રયાસ કર્યો છે, સાથે જ સુનિતાએ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાથે સ્પિકર ફોન પર વાત કરીને તેમને ઉશ્કેરવાનો અને વીડિયો બનાવીને વાઇરલ કરવાનું કૃત્ય પણ કર્યું છે, એક રીતે સુનિતા સામે પણ કાર્યવાહી થવી જોઇએ.
પ્રસિદ્ધી માટે બધે જ પોતાનો પાવર બતાવનારી સુનિતા યાદવનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને જે લોકો તેના સપોર્ટમાં હતા, તે જ લોકો હવે તેના નિમ્ન કક્ષાના પ્રસિદ્ધી સ્ટંટનો વિરોધ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.