ઉદ્ધવ ઠાકરેનાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શિવસેનાનાં રાજ્યસભા સભ્ય સંજય રાઉતે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે ફડણવીસનાં વિરોધ પક્ષનું અસ્તિત્વ ના રહેવાનાં જૂના નિવેદનને લઇને કટાક્ષ કર્યો છે. રાઉતે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષ જ નહીં રહે તેવો દાવો કરનારા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધી દળનાં નેતા બનવા પર હાર્દિક અભિનંદન.”
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ફડણવીસને બીજેપીની મોટી જીતનો ભરોસો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, “બીજેપીની એવી જીત થશે કે રાજ્યમાં વિરોધી પક્ષ જ નહીં બચે.” તેમના આ નિવેદનને આધાર બનાવીને સંજય રાઉતે ટ્વિટ કર્યું છે. તો બીજી તરફ ઉદ્ધવ સરકારનાં કૉમન મિનિમમ પ્રોગ્રામને લઇને લઇને ફડણવીસે નિશાન સાધ્યું છે.
તેમણે ટ્વિટ પર લખ્યું છે કે, ‘મહાવિકાસ અઘાડીએ પોતાના કૉમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરી, પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આમાં મરાઠાવાડા, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આશા છે કે નવી સરકાર આના પર ધ્યાન આપશે.’
ઉલ્લેખનીય છે કે કૉમન મિનિમમ પ્રોગ્રામમાં ખેડૂતો, બેરોજગારી, મહિલા, શિક્ષણ, શહેરી વિકાસ, સ્વાસ્થ્ય, સામાજિક ન્યાય વગેરે મુદ્દાઓને લઇને જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.