બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનો આજે જન્મદિવસ, ફિલ્મો સિવાય પણ કરે છે અઢળક કમાણી

અક્ષય કુમારે 9મી સપ્ટેમ્બરે પોતાનો 53મો જન્મદિવસ ઊજવ્યો છે. 2020માં તેની એક પણ ફિલ્મ રીલિઝ ન થઇ હોવા છતાં તેણે 48.5 મિલિયન એટલે કે 368 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે.

અક્ષય કુમાર પાસે અત્યાર સુધીમાં 1870 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. તેની મોટા ભાગની કમાણી બ્રાન્ડ પ્રમોશનમાંથી થતી હોય છે.

અક્ષય  આ વરસે ફોર્બ્સની હાઇએસ્ટ પેડ એકટર્સની લિસ્ટમાં સામેલ થયો છે. આ વખતે તે ભારતનો એક માત્ર અભિનેા છે જેનું નામ આ યાદીમાં આવ્યું છે. અક્ષય એક ફિલ્મ માટે રૂપિયા 45 કરોડ થી પણ વધુ ફી ચાર્જ કરે છે. તે એક બ્રાન્ડના વિજ્ઞાાપન માટે લગભગ 6થી સાત કરોડ રૂપિયા ફી લે છે. આ ઉપરાંત પોતાની ફિલ્મોના પ્રોફિટમાં પણ તેનો હિસ્સો હોય છે. તે એક વરસમાં ચારથી પાંચ ફિલ્મો સરળતાથી કરી લે છે.

અક્ષયનું મુંબઇના પ્રાઇમ બીચ જુહુમાં એક લકઝરી બંગલો છે તેમાં તે રહે છે. તેની પાસે અનેક વૈભવી કારનો કાફલો છે. તેમજ તેને આધુનિક બાઇક્સનો પણ બહુ શોખ છે. અક્ષય પાસે મુંબઇ સિવાય પણ દેશ-વિદેશમાં વૈભવી બંગલા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.