બોલીવુડ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું કોરોનાથી નિધન

– જ્યારે બીજા 90 વર્ષીય ભાઇ એહસાનની હાલત ગંભીર

 

પીઢ અભિનેતા દિલીપ કુમારના નાના બે ભાઇઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી તેમના સૌથી નાના ભાઇ અસલમ ખાનનું નિધન થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારના બન્ને ભાઇઓ અસલમ અને અહેસાન અલગ ઘરમાં રહેતા હોવાથી સાયરા બાનુ અને દિલીપ કુમારને કોરોનાનો ચેપ લાગ્યો નથી.

શુક્રવારે દિલીપ કુમારના સોથી નાના ભાઇ ૮૮ વર્ષીય અસલમ  ખાનનું નિધન થઇ ગયું છે.તેમને કોરોનાની સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે રાતના તબિયત વધુ ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

દિલીપ કુમારના બીજા નાના ભાઇ ૯૦ વર્ષીય અસલમ ખાનની તબિયત ગંભીર છે. હોસ્પિટલના સૂત્રોના અનુસાર તેમને પણ ક્રિટિકલ કેર યુનિટમાં રાખવામાં આવ્યા છે. બન્ને ભાઇઓને શ્વાસ લેવામાં વધુ તકલીફ થયા પછી તેમને આર્ટિફિશિયલ બ્રીધિંગ સપોર્ટ લગાડવામાં આવ્યો હતો. બન્ને ભાઇઓમાં રેપિડ એન્ટીનજ ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો હતો એ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

લીલાવતી હોસ્પિટલના ડોકટરે અસલમ ખાનના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહાન અભિનેતા દિલીપ કુમારના નાના ભાઇ અસલમ ખાનને સુગર, બ્લડ પ્રેશર અને હાર્ટથી જોડાયેલી તકલીફો પણ હતી ઉપરાંત તેમને કોવિડ ૧૯ થયો હોવાથી તેમનું નિધન થઇ ગયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.