બોલીવૂડના જાણીતા એક્ટર કિરણ કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
74 વર્ષના અભિનેતાએ તાજેતરમાં જ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.હાલમાં તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.તેમણે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, મને કોરોનાનુ કોઈ લક્ષણ જોવા મળ્યુ નહોતુ.એ પછી મેં જાતે જ ટેસ્ટ કરાવવાનુ નક્કી કર્યુ હતુ.હાલમાં પણ મને કોઈ ચિન્હો દેખાતા નથી .હું જાતે જ હોમ ક્વોરેન્ટાઈન થયો છું.મારો પરિવાર સેકન્ડ ફ્લોર પર અને હું ત્રીજા ફ્લોર પર રહું છું.
તેમણે કહ્યુ હતુ કે, 26 કે 27 મેના રોજ મારો બીજો ટેસ્ટ થશે.જોકેઅત્યારે પણ મને કોઈ ફરિયાદ નથી.હું સ્વસ્થ જ છું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બોલીવૂડ સિંગર કનિકા કપૂર અને બોલીવૂડ પ્રોડ્યુસર કરિમ મોરાની અને તેમની બે પુત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.