સુશાંત ના અવસાન પછી સરકારે સુશાંત સિંહને રાજપૂત સમ્માન આપવા ઇચ્છે છે. થોડા સમય પહેલા જ આ વાતનું એલાન કરવામાં આવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતને મરણોેપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.
દાદા સાહેબ ફાળકે એવોર્ડસને ઇન્ડિયાનો ઓસ્કર એવોર્ડ કહેવામાં આવે છે. આ એવોર્ડ મેળવવો એ દરેક સિતારાઓના ભાગ્યમાં હોતું નથી. સુશાંત સિંહ રાજપૂતે પણ દાદા સાહેબ એવોર્ડ ફાળકે મેળવવા માટે શમણું જોયું હતું. જે હવે તેના મૃત્યુ પછી પુરુ થઇ રહ્યું છે.
સૂચના અને પ્રસારણ મંત્રી જલદી જ દાદા સાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરવાના છે. સૂત્રોની માનીએ તો, સૂચના અને પ્રસારણ મંત્રાલય જલદીજ સુશાંત સિંહ રાજપૂતની યાદમાં એક વિશેષ ફેસ્ટિવલનું આયોજન કરે તેવી શક્યતા છે.જ્યાં એસએસઆરની દરેક ફિલ્મો દર્શાવામાં આવશે.
આ રિપોર્ટના અનુસાર સૂચના અને પ્રસારણ મંત્રાલયે લખ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતના નિધને ફિલ્મ જગતને કપરો આઘાત આપ્યો છે. મૃત્યુ પછી તેને જે સમ્માન મળવાનું છે જે તેને જીવતા જીવ મળ્યું નહીં. નેશનલ એવોર્ડથી પણ સુશાંત સિંહ રાજપૂતને સમ્માનિત કરવામાં આવે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.