બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલની બિગ બોસમાં એન્ટ્રી તેના માટે સારા સમાચાર છે પરંતુ સાથે સાથે જ હાલમાં એક ખરાબ સમાચાર આવી ગયા છે. રાચી કોર્ટે અમીષા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. અમીષા પટેલ પર પ્રોડ્યુસર અજય કુમારે અઢી કરોડના ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો છે.
પ્રોડ્યુસરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે કે વર્ષ 2018માં એણે ફિલ્મ દેશી મૈજિક બનાવવા માટે અમીષા પટલને 3 કરોડ રૂપિયા ઉધાર દીધા હતા. જ્યારે તે પૈસા લેવા માટે એની પાસે ગયો તો અમીષાએ પૈસા દેવામાં ખુબ મથામણ કરી. પછી અમીષાની ફિલ્મ પર કોઈ નામ થયું નહીં અને તે જતી રહી. પ્રોડ્યુસર અજયે એકવાર ફરી પૈસા માંગ્યા તો અમીષાએ 2.5 કરોડનો ચેક આપી દીધો.
પરંતુ પ્રોડ્યુસરે જ્યારે ચેક બેન્કમાં દીધો તો બાઉન્સ થઈ ગયો. આ જ મામલે અજયે અમીષા પર રાચી કોર્ટમાં ધોખાધડીનો કેસ દાખલ કરાવ્યો. અજયે જણાવ્યું કે કેસ દાખલ કર્યા બાદ અમીષા સાથે કોનટેક્ટ કરવાની ઘણી કોશિસ કરી પરંતુ અમીષા ક્યારેય ફોન નથી ઉપાડતી કે મળતી પણ નથી.
ત્યારબાદ અમીષાને કોર્ટથી સમન મોકલવામાં આવ્યાં અને પૈસાને લઈ કોર્ટમાં કાર્યવાહી ચાલતી રહી. અમીષા પર આરોપ એવો પણ છે કે જ્યારે તેની પાસે પૈસા માગ્યા તો મોટા મોટા લોકો સાથે તેણે ફોટો બતાવીને ધમકી આપી. અમીષા પર આ પહેલા પણ ધોખાધડીનો મામલો દાખલ થઈ ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.