દુનિયા આખી માટે સૌથી મોટો પડકાર બનતા જતા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 45000 થી પણ વધારે લોકો મોતને ભેટ્યા છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન છે. દુનિયા આખી ભયના ઓથાર હેઠળ છે.
કોરોનાના કારણે ઉભી થયેલી ભયાવહ સ્થિતિના કારણે વાયરસ સાથે જોડાયેલી નાનામા નાની બાબત વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલા જ સ્ટીવન સોડરબર્ગની ફિલ્મ કોરોંટાઈન અચાનક ટ્રેંડ થવા લાગી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પણ ઘણા ખરા અંશે એવી જ સ્થિતિ ઉભી થઈ છે જેવી આજના સમયમાં કોરોનાના કારણે થઈ છે. હવે બોલિવૂડ અભિનેત્રી અને લેખક ટ્વિંકલ ખન્નાએ પણ દાવો કર્યો છે કે, તે પોતે પણ પાંચ વર્ષ પહેલા કોરોના જેવી જ કહાની લખી ચુકી છે.
ટ્વિંકલ ખન્નાએ ટ્વિટર પર બે તસવીર પોસ્ટ કરી છે. જેમાં ટ્વિંકલ ખન્નાના નોટ્સ જોવા મળે છે જેમાં એક સ્ટોરી લખવામાં આવી છે. આ કહાનીમાં એક પરિવાર છે જેમાં પિતા એક ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, માતા સાઈકોથેરેપિસ્ટ છે અને તેનો એક 12 વર્ષનો દિકરો છે. કહાની પ્રમાણે દેશ એક બેક્ટિરીયાના કારણે ક્વારંટાઈનમાં છે. એરપોર્ટ બંધ થઈ ચુક્યા છે, આર્મી ઘરોમાંને ચેક કરી રહી છે, લોકો પોતાના સંક્રમિત પાડોશીઓ વિષે રિપોર્ટ કરી રહ્યાં છે. આ લોકોને કેંપમાં લઈ જવામાં આવી રહ્યાં છે અને તેમને મરવા માટે છોડી દેવામાં આવે છે.
વૈજ્ઞાનિક આ વાયરસની દવા શોધવાની રાત દિવસ મહેનત કરી રહ્યાં છે પણ બેક્ટેરિયા સતત શક્તિશાળી બનતો જાય છે. આ બેક્ટેરિયા હવામાં પણ ફેલાતો જાય છે. આ બેક્ટેરિયાથી સંક્રમિત લોકોને ઉલ્ટી થાય છે, ઠંડી લાગે છે અને ધીમે ધીમે માણસ સ્વાદની ક્ષમતા જ ગુમાવી દે છે. તેવી જ રીતે દર્દીની સાંભળવાની ક્ષમતા પણ ક્ષીણ થઈ જાય છે. ત્યાર બાદ માણસની તમામ ઈન્દ્રિયો ખરાબ થવા લાગે છે અને ત્રણ દિવસમાં જ વ્યક્તિનું મોત થઈ જાય છે.,
ટ્વિંકલે આ ટ્વિટના કેપ્સનમાં લખ્યું છે કે, આ એક સ્ટોરી આઈડિયા મેં મારા એડિટરને જણાવ્યો હતો. તમે જોઈ શકો છો કે તેમાં તારીખ પણ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. આ ઓક્ટોબર 2015ની વાત હતી. તેમણે મારો આ વિચાર ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, આ વાર્તામાં હ્યૂમરનો કોઈ સ્કોપ નથી. જોકે હવે તો હું આ કહાની નહીં લખું પણ 5 વર્ષ બાદ અહેસાસ થાય છે કે, આ એક દૂદ દરાજ નહીં પણ આપણા સમયની જ એક હકીકત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.