અંશુલાના બોડી ટ્રાન્સફોર્મેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને તેના બોડી ટ્રાન્સફોર્મેશનની આ લેટેસ્ટ તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે.
થોડા સમય પહેલા જ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તેની વેઈટ લોસ જર્ની માટે ચર્ચામાં આવ્યો હતો અને હવે તેની બહેન અંશુલા કપૂરે પણ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું છે હા, અલબત્ત, જો આપ પણ વજન ઓછું કરવા માંગો છો, તો અહી આપના માટે અમે તેની સિક્રેટ ટિપ્સ રજૂ કરી રહ્યાં છે.અંશુલાના બોડી ટ્રાન્સફોર્મેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે અંશુલા લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તેના બોડી ટ્રાન્સફોર્મેશનની આ લેટેસ્ટ તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે.તો ચાલો જાણીએ કે અંશુલાએ પોતાના વજનને કંટ્રોલ કરીને આટલો સ્લિમ લૂક કેવી રીતે મેળવ્યો.
આમ તો અંશુલાને દાદીના ઘરનું ફૂડ જ વધુ પસંદ છે અને અંશુલા વીકના 4 દિવસ વર્કઆઉટ કરે છે. બે દિવસ તે હાર્ડ વર્ક આઉટ અને 2 દિવસ તે કાર્ડિયો પર ધ્યાન આપે છે.
બ્રેકફાસ્ટમાં અંશુલા એવોકેડો અને ટોસ્ટ લે છે. ત્યારબાદ તે બ્લેક કોફી પીવાનું પસંદ કરે છે. લંચમાં તે 2 રાગીની રોટી, 150 ગ્રામ બોનલેસ ચિકન, એક કટોરી સબ્જી અને સલાડ લે છે અને સાંજે નાસ્તમાં તે અખરોટ ખાઇ છે. આ સાથે પ્રોટીન શેક, કે નટ્સ શેક પીવે છે અને સાંજે તે શેકેલ ચિકન, ગ્રિલ્ડ સબ્જીની સાથે રાગીની રોટી ખાઇ છે.
અંશુલાના મોડી રાત સુધી જાગવાની આદત છે. આ સમયે તેને ભૂખ લાગે તો તે પ્રોટીન શેક પીવે છે અને જો આપ પણ વેઇટ લોસ કરવા માંગતા હો તો આ રૂટીનને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.