બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે અત્યારે અબુ ધાબીમાં છે. તે IIFA એવોર્ડ 2022મા ભાગ લેવા માટે ત્યાં ગઈ છે. અનન્યા પાંડેની ઘણા ફોટો અબુ ધાબીથી સામે આવ્યાં છે. જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તો એક્ટ્રેસ પોતે પણ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તેના ખાસ ફોટો અને વીડિયો પોસ્ટ કરી રહી છે. તેણે હાલમાં જ તેનો ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યો છે અને જે અનન્યા પાંડેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે પોતાના ખાસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘણા ફોટો શેર કર્યા છે.અને આ ફોટોમાં અનન્યા પાંડે સફેદ કલરનું ક્રોપ ટોપ અને મેચિંગ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે સનગ્લાસ પણ પહેર્યા છે.
ફોટોમાં અનન્યા પાંડેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે તેણે એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે અને તેણે લખ્યું, ‘બહુ જ ગરમી છે.’ અનન્યા પાંડેના આ તમામ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ સિવાય અન્ય ફેન્સે અનન્યા પાંડેને ગરમીમાં પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું છે. અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સે કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અબુ ધાબીમાં IIFA એવોર્ડની તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં બોલિવુડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. અનન્યા પાંડે પણ તેમાંથી એક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.