દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં કુલ સાત લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 340ને પાર કરી ગઈ છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ નગમાએ કરેલુ ટ્વિટ ઘણું વાયરલ થઈ રહ્યું છે.
ટ્વિટ દ્વારા નગમાએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસની યાદ અપાવીને નગમાએ પીએમ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.
નગમાએ ટ્વિટ કરીને લખ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ માટે 120 કરોડ રૂપિયા ખર્ચ્યા અને કોરોના વાયરસ માટે માત્ર તાળી અને થાળી. 1 દિલને કેટલી વખત જીતશો મોદીજી. નગમાના આ ટ્વિટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને લઈ સરકારે મોટો ફેંસલો લીધો છે. 31 માર્ચ સુધી તમામ ટ્રેનો, મેટ્રો અને આંતરરાજ્ય બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.