દેશમાં સતત વધતા કોરોના મહામારીની ચપેટમાં સામાન્ય જનતાની સાથે સાથે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં ગણાં મોટા મોટા સ્ટાર્સ પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે અને હવે આ વચ્ચે ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર અનિરુદ્ધ દવે (Annirudh Dave) ગત અઠવાડિયે કોવિડ પોઝિટિવ આવ્યો હતો.
10 દિવસ પહેલાં જ્યારે અનિરુદ્ધ ભોપાલમાં એક વેબ સીરીઝની શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તે કોવિડ પોઝિટિવ આવ્યો હતો. જેનાં તુરંત બાદ એક્ટરે પોતાને હોટલમાં જ આઇસોલેટ કરી લીધા હતાં. પણ આમ છતાં તે તેનું ઇન્ફેક્શન વધતુ ગયું અને તેને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો.
એક્ટરની વાઇફ શુભી આહૂજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ વાતની જાણકારી આપી હતી અને જણાવ્યું કે, આ સમયે તેમનાં ઉપર શું વિતી રહી છે. સાથે જ વાઇફ શુભીએ અનિરુદ્ધ ની એક તસવીર શએર કરી છે જેમાં એક્ટરે તેનાં નાનકડા દીકરાને તેડેલો છે.
શુભીએ નોટમાં લખ્યું છે કે, ‘આ સમયે હું અનિરુદ્ધને મળવા જઇ રહી છું. જે કોરોના સામે જંગ લડી રહ્યો છે. અને ક્રિટિકલ છે. આ માટે હું મારા બે મહિનાનાં નાના દીકરા અનિશ્કને ઘે જ મુકીને જઇ રહી છું. આ મારા જીવનનો અત્યાર સુધીનું સૌથી મોટું ચેલેન્જ છે
કૃપ્યા પ્રાર્થના કરો, હું અને પરિવાર, ઓળખીતાઓ અને અનિરુદ્ધને ફેન્સથી આ વિનંતી કરુ છુ કે, તેમની સલામતી માટે દુઆઓ કરો. આ સમયે અનિશ્કનાં પિતા અનિરુદ્ધે આપ સૌની પ્રાર્થનાની ખુબજ જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.