ટ્વિટરના સીઈઓ એલન મસ્કે અમિતાભ બચ્ચન સાથે છેતરપિંડી કરી છે જેમાં વાત એમ છે કે ટ્વિટરે બ્લુ ટિકર્સથી પૈસા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે 10 લાખ અથવા તેનાથી વધુ લોકોની બ્લુ ટિક ટ્વિટર દ્વારા જ રિસ્ટોર કરવામાં આવી છે અને તેમને પૈસા ચૂકવવાની જરૂર નથી. એવામાં અમિતાભ બચ્ચનને હવે છેતરાયાનો અહેસાસ થયો છે કારણ કે અમિતાભ બચ્ચને ટ્વિટર પર એમનું બ્લુ ટિક પાછી મેળવવા માટે પૈસા ચૂકવ્યા છે પરંતુ એમના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયનથી વધુ છે.
નોંધનીય છે કે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની ટ્વિટને કારણે હેડલાઈન્સ પણ ભેગી કરે છે અને એવામાં આ દિવસોમાં બ્લુ ટિકને લઈને ચાલી રહેલા હંગામા પર અમિતાભે અનેક ફની ટ્વિટ કર્યા છે પણ આ વખતે બિગ બીએ એલન મસ્ક પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું, ‘એ મારે ગએ ગુલફામ, બિરજ મે મારે ગએ ગુલફામ. એ ! ટ્વિટર માસી, ચાચી, બહેન, તાઈ, બુઆ.. પૈસા ભરવા લિયો હમાર, નીલ કમલ ખાતિર, અબ કહત હો જાકર 1 મિલિયન ફોલોઅર્સ ઉનકાર નીલ કમલ ફ્રી મા. હમરે પાસ 48.4 મિલિયન હૈ, અબ?? ખેલ ખતમ, પૈસા હજમ!’
બોલીવુડના મેગાસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ ‘ઊંચાઈ’માં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોની વાર્તા પર આધારિત હતી અને જેમાં અમિતાભ બચ્ચન સાથે અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન પાસે આવનારા સમયમાં ઘણા પ્રોજેક્ટ છે જેમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું નામ સામેલ છે. આ સિવાય અમિતાભ બચ્ચનના હિટ ટીવી રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 15ની પણ જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.