બોલીવુડની ચોંકાવનારી માહિતી: છિછોરેની પાર્ટીમાં ડ્રગ લેવામાં શ્રદ્ધા કપૂર પણ સાથે હતી

 

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસમાં નીત નવા ફણગા ફૂટી રહ્યા હતા. હવે એવી વાત બહાર આવી હતી કે ફિલ્મ છિછોરે હિટ થયા પછી યોજાએલી પાર્ટીમાં કલાકારો ડ્રગ લઇ રહ્યા હતા એ પાર્ટીમાં ટોચની અન્ય અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ સહભાગી હતી.

સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરો સમક્ષ ડ્રગ લેનારા ઓછામાં ઓછા પચીસ કલાકારોનાં નામ આપ્યાં હતાં. રિયા ચક્રવર્તી અને એનો ભાઇ શૌવિક હાલ જેલમાં છે. એનસીબીએ રાહિલ વિશ્રામ નામના મોટા ડ્રગ પેડલર અને બીજા પાંચ પેડલર્સની ધરપકડ કરી હતી. મુંબઇ ગોવા સરહદ પરથી અશફાક બાવાની પણ આ સંદર્ભમાં ધરપકડ કરાઇ હતી.

છિછોરેની પાર્ટીમાં ફિલ્મના અન્ય કલાકારો પણ હાજર હતા. એક જગમશહૂર અભિનેત્રી પણ આ પાર્ટીમાં હતી. જો કે એની વિગતો હજુ જાહેર થઇ નથી.

સુશાંતના ફાર્મ હાઉસ અને પવના ડેમ પરના આયલેન્ડ આપતી ગવંડેમાં થયેલી પાર્ટી પર પણ એનસીબીની તાતી નજર હતી.આ સંદર્ભમાં બોટમેન જગદીશે એનસીબીને કહ્યું હતું કે પવના ડેમના આયલેન્ડ પર સુશાંત અવારનવાર પાર્ટી કરતો હતો. સુશાંતની આ પાર્ટીમાં એના મિત્રો ખાસ કરીને રિયા ચક્રવર્તી અને શ્રદ્ધા કપૂર હાજરી આપતાં હતાં. આ આયલેન્ડ પર સુશાંત સાથે પાર્ટી કરવા સારા અલી ખાન પણ પાંચેક વખથ આવી હતી એમ એનસીબી કહે છે. શ્રદ્ધા કપૂર પણ આવી પાર્ટીમાં હાજર રહેતી હતી. આવી પાર્ટીમાં કલાકારો ડ્રગ લેતા હતા એવું એનસીબીનું અનુમાન હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.