મુંબઈઃ અપકમિંગ ફિલ્મ ‘દબંગ 3’ના વિલન સુદીપનું પહેલું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સલમાન ખાને ટ્વિટર પર આ પોસ્ટર શૅર કરતાં કહ્યું હતું, વિલન જિતના બડા હો, ઉસસે ભિડને મેં ઉતના હી મજા આતા હૈં, પેશ હૈં ‘દબંગ 3’ મેં બાલી કે રોલ મે કિચ્ચા સુદીપ. પોસ્ટરમાં સુદીપ સૂટબૂટમાં ગુસ્સામાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં આગ દેખાય છે.
છ ઓક્ટોબરના રોજ જ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. સલમાને ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. તેણે વીડિયો શૅર કરીને સ્વ. એક્ટર વિનોદ ખન્નાને યાદ કર્યાં હતાં. સલમાને આ વીડિયોમાં કહ્યું હતું કે ‘દબંગ 3’નું શૂટિંગ વીકેસરના (વિનોદ ખન્ના) જન્મદિવસ પર પૂરું થયું છે. આ ફિલ્મમાં વિનોદ ખન્નાનો રોલ તેમના ભાઈ પ્રમોદ ખન્નાએ પ્લે કર્યો છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.