દીપિકા પદુકોણ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે ગોવા પહોંચી ગઇ છે. તેણે ગયા શુક્રવારે જ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી જેમાં ત્રણ દિવસ પછી શૂટિંગ શરૂ થવાનું જણાવ્યું હતું. આ તસવીરમાં દીપિકાએ ફિલ્મના દિગ્દર્શક શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવાને પણ ટેગ કર્યા હતા.
શકુન બાત્રાની આ ફિલ્મ હોલીવૂડ થ્રિલર ફિલ્મ પરથી બનાવામાં આવશે.૨૦૦૬ની હોલીવૂડ ફિલ્મ મેચ પોટન્ટ પરથી આધારિત છે. આ એક સાઇકોલોજિકલ થ્રિલર હોવાનું કહેવાય છે. જોકે શકુન બાત્રાએ આ ફિલ્મને ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાનો નિર્ણય કર્યો છે.
સિદ્ધાંતે એક વાતચીત દરમિયાન આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, આ એક અલગ જ સ્ટોરી અને જનરે ધરાવતી ફિલ્મ બનશે.
ફિલ્મનું શૂટિંગ ગોવામાં થઇ રહ્યું છે, આ પછીનું શેડયુલ શ્રીલંકામાં ગોઠવવામાં આવશે. જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શ્રીલંકા જવાનો નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.