બોલિવૂડ ડાયરેક્ટર અનુભવ સિન્હાએ વિવાદ ઊભો કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સંતનુ લીધું ઉપરાણું, કહ્યું-એની ભૂલ નથી

કચ્છના ભુજમાં સ્વામીનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં સ્વામીજી મહિલાઓ સાથે ભેદભાવ દર્શાવતા બોલ બોલી રહ્યા છે. સ્વામી કૃષ્ણસ્વરૂપનું પોતાના ભાષણમાં માસિક ધર્મને લઈ કથામાં કરેલું સંબોધન વાયરલ થયું છે. તેમણે જણાવ્યું કે, માસિક ધર્મમાં હોય તે મહિલાના હાથે ભોજન ન કરવું જોઈએ. આવી મહિલાના હાથે ભોજન કરવાથી કુતરા, બળદનો અવતાર મળે છે. આ નિવેદન બાદ સ્વામીજી અહેવાલોમાં ટીકાના પાત્ર બન્યા હતા.

હવે આ જ વાત પર બોલિવૂડ ટપકી પડ્યું. બોલિવૂડ ડાયરેક્ટર અનુભવ સિન્હાએ આ મામલે પોતાની વાત રાખી છે અને સોશિયલ મીડિયામાં ચર્ચામા આવ્યા છે. સ્વામી પર કટાક્ષ કર્યો છે અને આડે હાથ લીધા છે. સાધુના નિવેદનની સામે પોતાની પ્રતિક્રિયા આપતા અનુભવ સિન્હાએ ટ્વીટ કર્યું હતું કે, “તેમાં અમને કોઈ વાંક જ નથી, બધી આપણી ભૂલ છે. બરાબર ને?” આ સિવાય તેમણે એક અન્ય ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે, “હિન્દુ રાષ્ટ્ર આના જેવું હશે, કેવું જોઈએ?” અનુભવ સિંહાએ પોતાના ટ્વીટ દ્વારા સ્વામી કૃષ્ણ સ્વરૂપ પર ટકોર કરી છે.

ઉલ્લેખનીય છે કે, સહજાનંદ ગર્લ્સ કોલેજના વકરેલા વિવાદ મામલે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નિવેદન આપ્યું હતું. જેણા કારણે તેઓ અહેવાલોની હેડલાઈન બન્યા હતા. તેઓએ કહ્યું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.