બોલીવૂડ/ ડિરેક્ટર ફરહાદે કહ્યું, અક્ષયને કારણે ‘હાઉસફુલ 4’નું શૂટિંગ 90 દિવસને બદલે 65 દિવસમાં પૂરું થયું

મુંબઈઃ અક્ષય કુમારની વર્ષે ત્રણથી ચાર ફિલ્મ્સ રિલીઝ થતી હોય છે. આ વર્ષે પણ અક્ષય કુમારની ‘કેસરી’, ‘મિશન મંગલ’ બાદ હવે ત્રીજી ફિલ્મ ‘હાઉસફુલ 4’ દિવાળી પર રિલીઝ થશે. અક્ષય કુમાર ટાઈમનેલઈ ઘણો જ પંક્ચુઅલ છે. હાલમાં જ ડિરેક્ટર ફરહાદ સામજીએ‘હાઉસફુલ4’ને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 90 દિવસનું શિડ્યૂઅલ અક્ષય કુમારને કારણે 65 દિવસમાં પૂરું થઈ ગયું હતું.

શું કહ્યું ડિરેક્ટરે?

ડિરેક્ટર ફરહાદ સામજીએ કહ્યું હતું કે ‘હાઉસફુલ 4’ બિગ સ્કેલ પર શૂટ કરવામાં આવી હતી. અક્ષય કુમારે 90 દિવસનું શૂટિંગ માત્ર 65 દિવસમાં પૂર્ણ કર્યું હતું. તેણે કો-સ્ટાર્સને વહેલી શિફ્ટ માટે મનાવી લીધા હતાં અને તેને કારણે શૂટિંગ સમયસર શરૂ થઈ જતું અને સાંજે પૂરું પણ થઈ જતું હતું. અક્ષય કુમારની ડિસિપ્લિનને કારણે આમ શક્ય બન્યું હતું.

અક્ષય વહેલી સવારે આવી જતો

અક્ષય કુમાર વહેલી સવારથી શિફ્ટ શરૂ કરે છે અને તેના કો-સ્ટાર્સને આ વાતની જાણ છે. આથી જ જ્યારે એક્ટર્સને અક્ષય સાથે કામ કરવાનું હોય તો તેમને ખ્યાલ હોય છે કે તેમણે સેટ પર વહેલી સવારે નિયમિત આવી જવું પડશે. અક્ષય કુમાર સેટ પર બધાને સરપ્રાઈઝ ગિફ્ટ્સ પણ આપતો હોય છે. આટલું જ નહીં અક્ષય કો-સ્ટાર્સને તેમની ફેવરિટ ડિશ પણ ખવડાવતો હોય છે. આ રીતે કો-સ્ટાર્સને વહેલી સવારની શિફ્ટ સજા જેવી લાગતી નથી.

વર્ષ 2010મા શરૂ થયેલી ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઈઝીની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે અને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી છે. દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મની વાર્તા તદ્દન અલગ છે. આ વખતે ફિલ્મને પૂર્વજન્મ સાથે જોડવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર થોડાં સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેમાં મસ્તી, મજાક તથા કન્ફ્યૂઝન છે. ફિલ્મમાં અક્ષય કુમાર લંડનમાં રહે છે અને 600 વર્ષ પહેલાં રાજકુમાર હતો. તેને ગયા જન્મની બધી જ વાતો યાદ આવે છે અને પછી તે પોતાના મિત્રો સાથે મળીને ગયા જન્મનું રહસ્ય ઉજાગર કરે છે અને પોતાનો પ્રેમ મેળવવાનો પ્રયાસ કરે છે. ક્રિતિ સેનન, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદાનો પુર્નજન્મ થાય છે. વર્ષ 1419ના સીતમગઢ તથા વર્ષ 2019 લંડન વચ્ચેની સફરની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.