શાહરૂખ ખાન ૫૪મો જન્મદિવસ મનાવ્યો, હવે તેના ચાહકો તેની નવી ફિલ્મની ઘોષણાની રાહ જોઇ રહ્યા હતા. તેવામાં એવી ચર્ચા છે કે, આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં શાહરૂખ ખાનની એન્ટ્રી થઇ ચુકી છે. આ ફિલ્મમાં તેનું ખાસ પાત્ર હશે.
આમિર પોતાની ફિલ્મ લાલસિંહ ચડ્ડામાં શાહરૂખ ખાન માટે એક વિશેષ રોલ લખવામાં આવ્યો છે. કિંગ ખાનનો આ કેમીયો નહીં પરંતુ ફિલ્મમાં મહત્વનો રોલ હશે. શાહરૂખના પાત્ર વગર આ ફિલ્મ અધુરી હશે.
એક વધુ રસપ્રદ વાત એ છે કે, સલમાન ખાનને પણ આ ફિલ્મમાં લેવાની વાત ચાલી રહી છે. આમિરની ઇચ્છા છે કે, તેની લાલ સિંહ ચડ્ડામાં ત્રણેય ખાન નજરે ચડે. શાહરૂખે તો આમિરને ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે, જ્યારે સલમાન આ વિશે વિચારી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર મેઈન લીડ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.