બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાન, કોમેડિયન ભારતી સિંહ અને એક્ટ્રેસ રવીના ટંડનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. આ ત્રણેય અભિનેત્રીઓ વિરુદ્ધ પંજાબના અમૃતસરમાં ફરિયાદ નોંધાયા બાદ હવે આ રેલો અમદાવાદ પહોંચ્યો છે. બોલીવુડની આ ત્રણેય અભિનેત્રીઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરવામાં આવી છે. ત્રણેય અત્રિનેત્રીઓ પર ધાર્મિક લાગ્ણી દુભાવ્યા હોવાનો આરોપ સાથે અરજી કરવામાં આવી છે.
બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાન, કોમેડિયન ભારતી સિંહ અને એક્ટ્રેસ રવીના ટંડન વિરુદ્ધ અમદાવાદના વટવાના એક રહેવાસી અને સામાજિક કાર્યકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેય અત્રિનેત્રીઓએ ખ્રિસ્તી ધર્મના પવિત્ર શબ્દની મજાક બનાવ્યાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. વટવાના રહેવાસી આટલેથી અટક્યો નહોતો, તેને ત્રણેય અભિનેત્રીઓ વિશે ગૃહસચિવ, સાયબર ક્રાઈમ, માનવ અધિકાર આયોગને રજૂઆત કરી હતી અને ધાર્મિક લાગણી દુભાયા હોવાની પોલીસને અરજી કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોલીવુડની ત્રણેય અભિનેત્રીઓના દિવસો ખરાબ ચાલી રહ્યા હોય તેમ તેમના પર આરોપ છે કે, તેમણે એક પ્રાઈવેટ વેબ અને યૂટ્યૂબ ચેનલ માટે બનાવેલા કોમેડી પ્રોગ્રામમાં ખ્રિસ્તી ધર્મના શબ્દનો ઉપયોગ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી ધર્મમાં વપરાતા શબ્દનો ઉપયોગ આ ત્રણેય પ્રોગ્રામમાં કર્યો છે અને આ રીતે તેમણે ધર્મનો અપમાન છે. તેની સામે અમૃતસરના અજનલામાં ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા લોકો તરફથી ક્રિસમસના દિવસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, ત્યારબાદ પંજાબ પોલીસે વીડિયોની તપાસ કર્યા બાદ FIR થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.