બોલીવૂડની એક જાણીતી સિંગર કનિકા કપુર પણ કોરોનાની ચપેટમાં આવી ચુકી છે. તેણીને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ છે.
તેણી 15 માર્ચે લખનૌથી લંડન આવી હતી. જ્યાં તે એક પાર્ટીમાં સામેલ થવા માટે તાજ હોટલ ગઈ હતી. પાછળથી હવે ખબર પડી છે કે, તેને કોરોના થયો છે.
આ પાર્ટીમાં લગભગ 100 લોકો હાજર હતા.એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે. એરપોર્ટ પર તે સ્ક્રિનિંગમાંથી બચવા માટે વોશરુમમાં છુપાઈ ગઈ હતી અને કેટલાક કર્મચારીઓની મદદથી તે બારોબાર એરપોર્ટ પથી બાહર નીકળીને પાર્ટીમાં પહોંચી હતી.
આ પાર્ટીમાં કેટલાક મોટા સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. બોલીવૂડ સિંગરના પોઝિટિવ હોવાના કારણે હવે તેઓ પણ દહેશતમાં આવી ગયા છે. આરોગ્ય વિભાગે પાર્ટીમાં હાજર મહેમાનોને ફોન કરીને જાતે જ આઈસોલેશનમાં જતા રહેવા માટે કહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.