મુંબઈઃથોડાં સમયથી ચર્ચા હતી કે ‘અર્જુન રેડ્ડી’ની રીમેક ‘કબીર સિંહ’માં કામ કર્યાં બાદ શાહિદ કપૂર અન્ય એક તેલુગુ ફિલ્મની હિંદી રીમેકમાં જોવા મળશે. હવે, આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શાહિદની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. શાહિદ કપૂર તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિંદી રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન પણ ઓરિજનલ ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી કરશે.
તેલુગુ ફિલ્મ ‘જર્સી’ સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર નાની ક્રિકેટરના રોલમાં જોવા મળ્યો હતો. તેની ઓપોઝિટ શ્રદ્ધા શ્રીનાથ હતી. આ ફિલ્મ આ જ વર્ષે 19 એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મની જાહેરાત પહેલાં ફિલ્મના ડિરેક્ટર ગૌતમે કહ્યું હતું કે તેઓ ‘જર્સી’ની હિંદી રીમેક બનાવવાનું વિચારી રહ્યાં છે. હિંદી ઓડિયન્સ માટે તેમને શાહિદ કપૂરથી સારો બીજો કોઈ એક્ટર મળે તેમ નથી.
હિંદી રીમેકને અલ્લુ અરવિંદ, અમન ગિલ તથા દિલ રાજુ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટ, 2020ના રોજ રિલીઝ થશે. તેલુગુ ફિલ્મમાં ઈમોશનલ એન્ગલ પણ બતાવવામાં આવ્યો હતો. હિંદી રીમેકમાં શાહિદ સિવાય અન્ય સ્ટાર-કાસ્ટ ફાઈનલ કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.