યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે વચ્ચે હવે બોલીવૂડને લઈને ખેંચતાણ શરુ થઈ છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં ફિલ્મ સિટી બનાવીને ફિલ્મ જગતને યુપી તરફ આકર્ષવાની જાહેરાત કરી છે ત્યારથી ઉધ્ધવ ઠાકરે યોગી સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે.ફિલ્મ જગત સાથે જોડાયેલા એક વેબિનારમાં ઠાકરેએ કહ્યુ હતુ કે, બોલીવૂડને ઘણી સમસ્યા છે અને તેને દુર કરવા માટે અમારી સરકાર કામ કરશે.બોલીવૂડને જે પણ જોઈતુ હશે તે સરકાર ઉપલબ્ધ કરાવશે.જે ધરતી પર દાદાસાહેબ ફાળકેએ ફિલ્મ નિર્માણની શરુઆત કરી હતી તે જગ્યાએ હું કોઈ પ્રકારની ખોટ પડવા નહીં દઉં.
ઉધ્ધવ ઠાકરેએ તો એમ પણ કહ્યુ હતુ કે, હિંમત હોય તો યોગી આદિત્યનાથ મુંબઈથી બોલીવૂડને યુપી લઈ જઈ બતાવે.
આ પહેલા શિવસેનાના મુખપત્ર સામનામાં પણ કહેવાયુ હતુ કે, લોકડાઉનના કારણે જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બંધ છે ત્યારે યોગી નવી ફિલ્મ સિટી બનાવવાની વાત કરી રહ્યા છે.ભલે યુપી અઢી વર્ષમાં ફિલ્મ સિટી બનાવી લે પણ મુંબઈનુ મહત્વ ક્યારેય ઓછુ નહીં થાય.શિવસેનાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, મુંબઈથી બોલીવૂડને બીજે શિફ્ટ કરવાનુ કાવતરુ છે પણ તેને સફળ નહીં થવા દેવાય.આજે મુંબઈમાં બોલીવૂડની સફળ ફિલ્મો બની રહી છે અને તેના કારણે ઘણા લોકોને રોજગાર મળી રહ્યો છે.પણ છેલ્લા કેટલાક દિવસથી બોલીવૂડને બદનામ કરવાનુ કાવતરુ ઘડવામાં આવી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.