બોલીવૂડ કલાકાર રણબીર કપૂરનો જન્મદિવસ- આ 3 તસવીરો, જે લીક થતા થયો હતો હોબાળો

 આ તસવીર બંનેના કોઈ વેકેશનની કહેવામાં આવી રહી છે, જે કોઈએ સંતાઈને લઈ લીધી હતી. પણ તેમણે તેની પર કોઈ રિઍક્શન નહોતું આપ્યું. આ તસવીર સામે આવતા જ ઈન્ટરનેટ પર જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો.

બૉલીવૂડના ચૉકલેટી હીરો રણબીર કપૂરનો આજે 37મો જન્મ દિવસ છે. તેમણે પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત 2007માં ફિલ્મ સાંવરિયાથી કરી હતી. પહેલી ફિલ્મ તો ફ્લોપ રહી પરંતુ રણબીર કપૂરે આગળ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક ઉત્તમ ફિલ્મો આપી છે. આ ફિલ્મો માટે રણબીર કપૂરને વખાણ અને ઘણાં અવૉર્ડ પણ ઘણાં મળ્યા. પરંતુ રણબીર કપૂર એ હીરોમાંથી છે, જેને લઈને કોન્ટ્રોવર્સી પણ ઓછી નથી. રણબીર કપૂર ઘણી વખત કોઈને કોઈ કારણોથી વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ વિષે એક વખત એવી ખબરો ઉડી હતી કે બંને એકબીજાને સીક્રેટલી ડેટ કરે છે. કરીના કપૂરે પણ કૉફી વિથ કરણના એક ઍપિસોડમાં આ સંબંધની હીન્ટ આપી હતી. પરંતુ તે બંનેએ ક્યારેય આ વાત કબૂલ ન કર્યો. રિલેશનશિપથી લઈને બ્રેકઅપ ની ખબરો સુધી બંનેની આ તસવીરે ઘણો હોબાળો કર્યો. આ તસવીર બંનેના કોઈ વેકેશનની કહેવામાં આવી રહી છે, જે કોઈએ સંતાઈને લઈ લીધી હતી. પણ તેમણે તેની પર કોઈ રિઍક્શન નહોતું આપ્યું. આ તસવીર સામે આવતા જ ઈન્ટરનેટ પર જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો.

ત્યાં જ રણબીર કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની એ તસવીર તો તમને યાદ જ હશે. જેને સામે આવતા જ ઘણી આલોચના સહન કરવી પડી. હા, પણ તેનો માહિરા ખાને લોકને મોંતોડ જવાબ આપ્યો હતો. આ તસવીર ન્યૂયૉર્કની એક રેસ્ટોરાંની બહારની કહેવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.