મુંબઈઃ સની દેઓલે પોતાના દીકરા કરન દેઓલને ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કર્યો છે. આ ફિલ્મને સની દેઓલે ડિરેક્ટ કરી છે. ગુરુવારે (19 સપ્ટેમ્બર) ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. જોકે, સૌથી નવાઈની વાત એ હતી કે સની દેઓલની પત્ની પૂજા વર્ષો બાદ લાઈમ-લાઈટમાં જોવા મળી હતી. આ ઉપરાંત ધર્મેન્દ્રનાપત્ની પ્રકાશ કૌર પણ જોવા મળ્યાં હતાં.
ક્યારેય પૂજા તથા પ્રકાશ કૌર જાહેરમાં જોવા મળતા નથી
પ્રકાશ કૌર તથા પૂજા ક્યારેય પબ્લિક ઈવેન્ટ્સમાં જોવા મળતા નથી. જોકે, આ વખતે કરનની ફિલ્મનું સ્ક્રીનિંગ હોવાથી સાસુ-વહુ હાજર રહ્યાં હતાં. પૂજા દેઓલ બ્લેક ટોપ તથા બ્લૂ જીન્સમાં હતી. પ્રકાશ કૌર પ્રિન્ટેડ સલવાર કમીઝમાં હતાં.
સની-પૂજાએ 1984મા લગ્ન કર્યાં હતાં
સની દેઓલે પ્રેમિકા પૂજા સાથે લંડનમાં 1984મા લગ્ન કર્યાં હતાં. સની તથા પૂજાના લગ્નની તસવીર યુકે બેઝ્ડ મેગેઝીનના કવરપેજ પર છપાઈ હતી. આ ફોટોગ્રાફ સાથે કેપ્શન આપવામાં આવ્યું હતું ‘એક્સક્લૂઝિવ સની વેડ્સ ઈન ઈંગ્લેન્ડ’. સની તથા પૂજાની સાથે હોય તેવી તસવીરો ઘણી જ ઓછી છે. સની તથા પૂજાને બે દીકરાઓ કરન દેઓલ (28 વર્ષ) તથા રાજવીર દેઓલ છે. સનીની પત્ની પૂજા લાઈમ-લાઈટથી દૂર જ રહે છે. તે ભારતમાં રહે છે કે લંડનમાં તે પણ ખ્યાલ નથી.
1954માં ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. ધર્મેન્દ્ર તથા પ્રકાશ કૌરને ચાર સંતાનો છે, જેમાં બે દીકરાઓ અજય સિંહ (સની), વિજય સિંહ (બોબી) તથા બે દીકરીઓ વિજેતા તથા અજેતા છે. 1980માં ધર્મેન્દ્રે પ્રથમ પત્ની પ્રકાશ કૌરને ડિવોર્સ આપ્યા વગર જ બોલિવૂડ એક્ટ્રેસ હેમામાલિની સાથે બીજા લગ્ન કર્યાં હતાં. જ્યારે ધર્મેન્દ્રે બીજા લગ્ન કર્યાં ત્યારે તેમના મોટા દીકરા સનીની ઉંમર 24 વર્ષની હતી (જ્યારે એની સાવકી માતા હેમા માલિનીની ઉંમર એ વખતે 32 વર્ષ હતી). હેમા-ધર્મેન્દ્રને બે દીકરીઓ એશા દેઓલ તથા આહના દેઓલ છે. ધર્મેન્દ્રની બંને પત્નીઓ એકબીજા સાથે વાત કરતી નથી અને પ્રથમ પત્નીનાં સંતાનોના પણ હેમા સાથે કોઈ સંબંધ નથી. જોકે, સની દેઓલ-બોબી દેઓલના સાવકી બહેનો એશા-આહના સાથે સંબંધો છે. ધર્મેન્દ્રને પ્રથમ તથા બીજી પત્નીનાં થઈ કુલ છ સંતાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.