બોલિવુડના લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન

71 વર્ષીય સરોજ ખાન છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા, તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો

ફિલ્મ જગતના પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈ ખાતે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ રહેતા હતા અને તેમને બાંદ્રા ખાતેની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા. મોડી રાતે અચાનક જ તેમની તબિયત વધુ બગડી હતી અને શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 71 વર્ષના હતા અને તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરિયોગ્રાફર સરોજ ખાનનું અવસાન
સરોજ ખાનને ગત 20 જૂનના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હોવાથી ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાનના પરિવાર સાથે સંકળાયેલા એક સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમના સ્વાસ્થ્યમાં ધીરે-ધીરે સુધારો જણાઈ રહ્યો હતો અને તેમને ડિસ્ચાર્જ કરવાના હતા પરંતુ અચાનક જ મોડી રાતે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેમને બચાવી ન શકાયા. આજે મુંબઈમાં મલાડ ખાતેના માલવાણીમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

ફિલ્મી કરિયર
આશરે ચાર દશકાથી પણ વધુ લાંબી કરિયરમાં સરોજ ખાને 2,000 કરતા પણ વધારે ગીતો કોરિયોગ્રાફ કરવાનો શ્રેય મેળવેલો છે. કોરિયોગ્રાફીની તેમની કલાને પગલે તેમને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળી ચુક્યો છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘દેવદાસ’ માટે ડોલા-રે-ડોલા ગીતની કોરિયોગ્રાફીને લઈ તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

માધુરી દીક્ષિતની ફિલ્મ ‘તેજાબ’નું યાદગાર ગીત એક-દો-તીન અને 2007ના વર્ષમાં આવેલી ફિલ્મ ‘જબ વી મેટ’ના યે ઈશ્ક… ગીત માટે પણ તેમને નેશનલ એવોર્ડ મળ્યા હતા. છેલ્લે તેમણે કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘કલંક’ માટે તબાહ હો ગએ.. ગીત કોરિયોગ્રાફ કર્યું હતું. 2019માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ જોવા મળી હતી.

‘કાટે નહીં કટતે યે દિન યે રાત’, ‘એક દો તીન’, ‘ધક ધક કરને લગા’ આ ગીતોની નાયિકાઓ એવી શ્રીદેવી અને માધુરીના લટકા-ઝટકા યાદ હશે, પણ વાસ્તવમાં તેના પાછળ સરોજ ખાનનો થનગનાટ હતો.

બોલિવુડમાં વધુ એક ખાલીપો સર્જાયો
સરોજ ખાને બોલિવૂડમાં એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક કલાકારો આજે બોલિવુડ કરિયરમાં ટોચ પર છે. ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સરોજ ખાને ફક્ત ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.