બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કર્યા છે. અભિષેક બચ્ચને આ ગોલ્ડન જુબલી પર અમિતાભનો બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે તેમણે પિતા અમિતાભ માટે એક ખાસ નોંધ પણ લખી છે.
શેર કરેલો ફોટો અમિતાભની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીનો છે. આ ફોટામાં અમિતાભ યંગ જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે અભિષેકે લખ્યું, ‘માત્ર પુત્ર જ નહીં, અભિનેતા અને એક ચાહક તરીકે પણ…. આપણને બધાને એક મહાનતા જોવાની તક મળી! એમાં પ્રશંસા કરવા, શીખવા અને સરાહના કરવા માટે ઘણું છે.
સિનેમેટોગ્રાફરોની ઘણી પેઢીઓને એમ કહેવાની તક મળશે કે આપણે બચ્ચનના સમયના છીએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન પા. હવે અમે આગામી 50 વર્ષ માટે રાહ જોઈએ છીએ. ખુબ પ્રેમ. સાત હિન્દુસ્તાની 1969માં રિલીઝ કરવામાં આવી હતી. એમાં અમિતાભે બિહારના મુસ્લિમ કવિની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં જુદા જુદા ધર્મોના પાંચ લોકો પણ મહત્વની ભૂમિકામાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.