77ની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. અમિતાભ બચ્ચનના આવનારા પ્રોજેક્ટ્સને જોવામાં આવે તો આ સમયે બૉક્સ ઑફિસની ગેમમાં એમના નામ પર લગભગ 250 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.
બોલીવુડના શહેનશાહ કહો, એન્ગ્રી યંગ મેન અથવા સદીના મહાનાયક, અમિતાભ બચ્ચનના ઘણા નામ છે. જેનાથી એમને દેશ અને દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. વર્ષ 1969માં ફિલ્મ સાત હિંદુસ્તાનીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અમિતાભ બચ્ચન, છેલ્લા 5 દશકોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાગ છે. એક બાજુ આ ઉંમરે ઘણા એક્ટર્સ બ્રેક લે છે અને પાછા ફિલ્મોમાં આવે છે તો બીજી બાજુ કદાચ અમિતાભ એકમાત્ર એવા સેલિબ્રિટી છે, જે પોતાના ડેબ્યૂથી હજુ સુધી કામ કરી રહ્યા છે. આટલું જ નહીં એમનું નામ અને ફેમ બોલીવુડમાં આજે પણ યથાવત છે.
આ વાતનો સૌથી મોટો પુરાવો એ છે કે તેમને હજુ પણ મોટી મોટી ફિલ્મોની ઓફર્સ મળી રહી છે.77ની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. અમિતાભ બચ્ચનના આવનારા પ્રોજેક્ટ્સને જોવામાં આવે તો આ સમયે બોક્સ ઓફિસના ગેમમાં એમના લગભગ 250 કરોડ રૂપિયા લાગેલા છે.
અમિતાભે આ વર્ષે ફિલ્મ બદલામાં કામ કર્યું હતું. આ ઉપરાંત એમને તેલૂગુ ફિલ્મ સાય રા નરસિંહા રેડ્ડીમાં પણ સ્પેશ્યલ અપીયરેન્સ આપી છે. હવે અમિતાભ બચ્ચન બીજી અનેક ફિલ્મોમાં કામ કરવા જઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.